________________
ગ્રંથકાચરિતાવલિ-વિદેહ ગ્રંથકારૅ અને “બાલમિત્ર'ના ૧૯૨૮ના જાન્યુઆરી અંકમાં ડો. રમણલાલ કે યાજ્ઞિકે લખેલા લેખમાં વીગતે પ્રકટ થઈ છે.
તેમનું લગ્ન સં. ૧૯૬૯માં નડિયાદમાં શ્રી કૃષ્ણશંકર હીરાશંકર પંડ્યાન પુત્રી શ્રી ચિસુખવિદ્યા જોડે થએલું. એમને ત્રણ સંતાનો છે. એક પુત્ર અને બે પુત્રીઓ. સૌથી મોટી પુત્રી મંદાકિની અને સૌથી નાની પુનિતા વચેટ બાળક પુત્ર મકરંદ હાલ ઈન્ટરમાં અભ્યાસ કરે છે.
પ્રાચીન ભાવનાઓના પાયા પર નવાં તો ઝીલેલું ઉન્નત જીવન રચવાના અભિલાષવાળા એ યુવાન સ્વભાવે સત્યપ્રિય અને તેજ હોવાથી અન્યાયની સામે થતાં ડરતા નહિ અને ઘણી વાર કડવું બોલી નાંખતા, પણ એમનું નિખાલસ અંતઃકરણ કોમળ અને ભાવનાશીલ હતું અને જે ધગશથી સાહિત્યસેવા કરી એ જ ઉત્સાહથી એમણે નડિયાદમાં જ્ઞાતિસેવા પણ કરી હતી.
એમના ગ્રંથોની યાદી નીચે મુજબ રત્નાવલી (હર્ષના નાટકનું ભાષાંતર) (૧૯૨૧), વિજયધ્વજ (જેમ્સ એલન કૃત “લાઈફે ટ્રાયમ્ફન્ટ” ઉપરથી સુધારાવધારા સાથે) (૧૯૨૧), સંક્ષિપ્ત મહાભારત (૧૯૨૫), સંક્ષિપ્ત રામાયણ (૧૯૨૮), શાળાપયોગી લઘુ મહાભારત (૧૯૨૬), શાળોપયોગી લઘુ રામાયણ (૧૯૨૭), નાણું (સયાજી સાહિત્યમાળા) (૧૯૨૬).
દિવાન રણછોડજી અમરજી દિવાન રણછોડજી અમરજી જૂનાગઢના ઇતિહાસપ્રસિદ્ધ દિવાન અમરછ કુંવરજીના પુત્ર હતા. તેમની મૂળ અટક નાણાવટી હતી, અને ન્યાતે વડનગરા નાગર હતા. સં. ૧૮૨૪ના આસો સુદ ૧૦ને રોજ કાઠિયાવાડમાં માંગરોળ ખાતે તેમનો જન્મ થયો હતો. તેમનાં મતુશ્રીનું નામ ખુશાલબાઈ હતું અને પત્નીનું નામ ચોથીબાઈ હતું. તેમને બે પુત્રીઓ હતી. (૧) રૂપકુંવર જે સંતાનરહિત હતાં અને (૨) સૂરજકુંવર જેમને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ હતાં. તેમને વંશજો આજે જુનાગઢમાં વસે છે. મૂળે દિવાન રણછોડજી માંગરોળના વતની હતા પરંતુ પાછળથી જનાગઢમાં આવીને વસ્યા હતા અને જૂનાગઢ રાજ્યના એક મુત્સદ્દી તેમજ લશ્કરી અમલદાર તરીકે તેમણે કામ કર્યું હતું. તેમનું અવસાન ૭૩ વર્ષની વયે જાનાગઢમાં થયું હતું. - -