SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. મૂલચંદ્ર તુલસીદાસ તેલીવાલા સ્વ. મૂલચંદ્ર તુલસીદાસ તેલીવાલાને જન્મ ભરૂચમાં તા. ૨૩-૯-૧૮૮૭ ના રાજ (સં. ૧૯૪૩ ના આસે। સુદ ૭) થયા હતા. તેમના પિતાનું નામ તુલસીદાસ લાલભાઈ તેલીવાલા. ન્યાતે તે વીશા મેાઢ અડાલજા હતા. તેમના રૂના વેપાર મુંબઈમાં ચાલતા હતા અને ભરૂચ, પાલેજ વગેરે સ્થળે તેમની શાખાપેઢીએ હતી. શ્રી. મૂલચંદ્રે સને ૧૯૦૫ માં મૅટ્રીકની પરીક્ષા પસાર કરી હતી અને ત્યારબાદ ઉંચી કેળવણી લેવાને તે મુંબઈની વિલસન કૅલેજમાં દાખલ થયા હતા. ૧૯૦૯ માં તે વેદાંતના વિષય લઈને ખી. એ. માં પાસ થયા હતા. ગ્રેજ્યુએટ થયા પછી તે એલ્ફીન્સ્ટન હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા. ત્યાંથી તેમની પસંદગી રૂ. ૫૦ની શિષ્યવૃત્તિ સાથે ટ્રેનિંગ કૉલેજ માટે થઈ હતી. આ તકના લાભ લઈને તેમણે કાયદાના અભ્યાસ કર્યાં અને ૧૯૧૪ માં તેમણે એલ. એલ. ખી.ની પરીક્ષા પસાર કરી. " વકીલ તરીકે તેમણે હા'કાર્ટની સનદ મેળવીને એપેલેટ સાઈડમાં પ્રેક્ટીસ કરી હતી. પરંતુ એ વ્યવસાય કરતાંય વિશેષ રસના તેમના વિષય વૈષ્ણવ ધર્મના ગ્રંથાનું સંશાધન, સંપાદન અને પ્રકાશન એ હતું. પુષ્ટિ સંપ્રદાયના તે એક ચુસ્ત વૈષ્ણવ હતા. ખાલપણથી જ એ ધર્મના સંસ્કાર તેમનામાં પડયા હતા. વિદ્યાર્થી અવસ્થામાં · પુષ્ટિભક્તિસુધા' માસિકમાં તે ધર્મવિષયક લેખેા લખતા. શ્રી. મગનલાલ ગણપતરામ શાસ્ત્રીને એ માસિક ચલાવવામાં શ્રી. તેલીવાલા સારી પેઠે સહાયક બનતા. વૈષ્ણવાની સભામાં તે ‘ અણુભાષ્ય ' અને · નિબંધ 'નું વાચન પણ જરૂર પડયે કરતા, ૧૯૧૫ નું ‘સુજ્ઞ ગાકુલજી ઝાલા વેદાંત પ્રાઈઝ ' તેમને “ બ્રહ્મસૂત્રેાના કર્તાના મત શંકરાચાર્ય કેટલે સુધી સાચી રીતે રજુ કરે છે” એ વિષે અંગ્રેજીમાં વિદ્વત્તાપૂર્ણ નિબંધ લખવા માટે મળ્યું હતું, શ્રી. તેલીવાલાની સાહિત્યસેવા મુખ્યત્વે પુષ્ટિ સંપ્રદાયનાં દુષ્પ્રાપ્ય પુસ્તકાની પ્રાચીન હસ્તલિખિત પ્રતો મેળવી, સંશેાધી, પાઠાંતરના નિર્ણય કરી, તેને શુદ્ધ રીતે પ્રકાશિત કરવામાં તથા તેનાં ટીકા–ટીપ્પણી વગેરે દ્વારા વૈષ્ણવામાં ધર્મમાધના પ્રચાર કરવામાં સમાયલી છે. એ રીતે સેવાકુલ, નિરાધલક્ષણ, સંન્યાસનિર્ણય, જલભેદ, પંચપદ્યાનિ, ભક્તિવર્ધિની, તૈત્તિરીયેાપનિષદ્ ભાષ્ય, સિદ્ધાંતરહસ્ય, પુષ્ટિપ્રવાહમર્યાદા ભેદ, સિદ્ધાંતમુક્તાવલી, પત્રાવલંબન એ વગેરે પ્રકરણગ્રંથા મૂળ સંસ્કૃત ·
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy