SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ २० ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯ લેખકનું બીજું નાટક યેાગી કાણુ” સાંસારિક નાટક છે, જેમાં એક વિષયી પુરુષની પુષ્ટિના ભાગ થઇ પડેલી પત્નીને તેને ગુણવાન ને ઉદાર પતિ ક્ષમા આપે છે અને તેમના જીવનના માર્ગો ઇષ્ટ પરિવર્તન પામે છે. બેઉ નાટકાની શૈલીમાં શિથિલતા છે, પરન્તુ પાત્રાલેખન આશાસ્પદ છે. ‘અંજની’ (રમણલાલ વ. દેસાઇ) એ રંગભૂમિ પર ભજવવાની દૃષ્ટિએ લખાયેલું છતાં એક સુવાચ્ય નાટક બન્યું છે. વર્તમાન સમાજનું પ્રતિબિંબ ઝીલીને તેમાં એ સિદ્ધાંત પ્રતિપાદ્યો છે કે સમાજનું દુ:ખ ધન અને સુખની વહેંચણી કરવાની અવ્યવસ્થામાં જ રહેલું છે. ‘કાળચક્ર’ (ગાવિંદભાઇ અમીન) એ પાત્રાલેખન અને પ્રસંગવિધાનમાં શિથિલ નાટક છે, પરન્તુ લેખકની દૃષ્ટિ સહૃદયતાયુક્ત છે અને તે આ નાટક દ્વારા કહે છે કે ગામડાના જીવન ઉપર ધસતું શહેરનું કાળચક્ર ગ્રામજનતાના અધઃપાત કરે છે, અને એ રીતે નાટક કરુણરસ પર્યવસાયી બને છે. જેને ઐતિહાસિક કહી શકાય તેવાં નાટકો માત્ર એ છે. વૈશાલીની વનિતા' (પ્રહ્લાદ ચંદ્રશેખર દીવાનજી)માં ઇ. સ. પૂર્વેના ચોથા સૈકાનું ધાર્મિક, રાજકીય, સામાજિક અને આર્થિક વાતાવરણ તે કાળના ઊંડા અભ્યાસ પછી આલેખવામાં આવ્યું છે. પાત્રા ઐતિહાસિક ન હોવા છતાં વાતાવરણુ સામાજિક ઇતિહાસ-લક્ષ્યને સાર્થક કરે છે. આખું નાટક ગદ્યમાં છે અને સુવાચ્ય છે, જોકે કલાદષ્ટિએ ઊતરતું છે. ‘રાજનન્દિની' (કેશવ હ. શેઠ) એ. રંગભૂમિ ઉપર ભજવવાની દૃષ્ટિએ લખાયેલું ગદ્ય-પદ્યયુક્ત ઐતિહાસિક નાટક છે. મહારાણી મીનળદેવીના લગ્નકાળથી માંડીને તેની સતીત્વની વિજયભાવના સુધીના પ્રસંગે તેમાં ગૂંથી લેવામાં આવ્યા છે. સંવાદો અને આડકથા પણ રંગભૂમિની દૃષ્ટિએ ચેાાયાં છે. ‘વહેમનાં વમળ’ (કુલીનચંદ્ર દેસાઈ) એક સામાજિક નાટક છે અને ‘યુગદર્શન’ (મૂળજીભાઈ શાહ) એક રાષ્ટ્રીય નાટક છે. બેઉ નાટકા રંગભૂમિ માટે લખાયાં છે અને ઍમેટરીએ ભજવેલાં છે. નાટક સાહિત્યમાં તે ઊતરતું સ્થાન ધરાવે તેવાં છે. ‘સ્ત્રીગીતા’ (રામચંદ્ર ઠાકુર) એ શ્રી ચતુર્ભુજ માણુકેશ્વર ભટ્ટે લખેલી વાર્તા વીજળી ગામડિયણનું નાટક રૂપે રૂપાંતર છે. અભણુ અને સામાન્ય સ્ત્રીએ માટે તેમાં મેધ રહેલા છે. ‘નાગા ખાવા’(ચંદ્રવદન મહેતા) એ દ્વિઅંકી નાટક છે, જેમાં ભિખારીઓની સૃષ્ટિનું વાસ્તવદર્શી તથા કલ્પનાપ્રધાન વસ્તુ સફળતાથી ગૂથવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં બે બાળનાટકો ‘રમકડાંની દુકાન' અને ‘સંતાકુકડી' તેમજ ‘નર્મદ’ની ચરિત્રદર્શક નાટિકા પણ સંગ્રહી લેવામાં આવ્યાં
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy