SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને થકાર પુ. ૯ ભા. આયુર્વેદ મહામંડળ તરફથી તેમણે પહેલા અધિવેશનમાં જ “ચિકિત્સક ચૂડામણિ”ની પદવી પ્રાપ્ત કરી હતી. “આર્યભિષફ'ના કર્તા શંકર દાળ શાસ્ત્રીપદે અને સુરતના વૈદ્ય તિલકચંદ તારાચંદ તેમના પરમ મિત્રો હતા. નિસર્ગોપચાર-નેચરોપથીને તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો, અને એ તેમના અભ્યાસને પ્રિય વિષય હતો. - સ્વ. પ્ર. મણિલાલ નભુભાઈ દ્વિવેદીની તેમણે વૈદ્યકીય સારવાર કરેલી તેના બદલામાં તેમણે ભેગીલાલભાઈને પ્રાણવિનિમય (મેરામેરિઝમ) વિદ્યા શીખવી હતી અને ત્યારબાદ એ વિદ્યામાં પારંગત થઈને ઘણા વિધેયને વિશ્વદૃષ્ટિમાં આણી જનતાને ઉપકારક થાય એ માર્ગ દર્યા હતા. ડે, બેસંટનાં “થીએસેફી' વિષેનાં પુસ્તકે, શ્રેયસાધક અધિકારી વર્ગનાં પુસ્તકે, સ્માઈલ્સનાં “જાતમહેનત”, “સર્વર્તન” અને “કરકસર વગેરે પુસ્તક, વૈશિંગ્ટન તથા બેકનનાં જીવનચરિત્ર અને એડેલ્ફ જુસ્ટનું રિટર્ન ટુ નેચર’ એ પુસ્તકે તેમનાં જીવનભર પ્રિય પુસ્તકે રહ્યાં હતાં. ધવંતરી” નામનું વૈદ્યક વિદ્યાનું માસિક પત્ર તેમણે કાઢેલું તેના તંત્રી તરીકે ઈ. સ. ૧૯૦૮ થી ૧૯૨૨ સુધી તેમણે સતત કામ કર્યું હતું. તેમનું પહેલું પુસ્તક ઈ. સ. ૧૮૯૮માં “દેવી. અદ્ભુત ચમત્કાર અને બાળાસ્તવન” બહાર પડ્યું હતું. ત્યાર પછી તેમણે લખેલાં નીચેનાં પુસ્તકે બહાર પડ્યાં હતાં. “અનંત જીવન શી રીતે પ્રાપ્ત કરવું?” (૧૯૧૪), હું રેગી છું કે નીરોગી ?” (લુઈ કુહેને અનુવાદ) (૧૯૧૬), “ચિકિત્સાસાગર” (૧૯૨૫), “આર્ય રસાયણશાસ્ત્ર” (૧૯૨૨).. તેમનાં પત્ની શિવલક્ષ્મીથી તેમને બે પુત્ર તથા બે પુત્રીઓ થયાં હતાં. મોટા પુત્ર છે. મંજુલાલ (એમ. સી. પી. એસ, એમ. સી. એસ. સી.) ૧૯૦૮ માં હેગથી ગુજરી ગયા હતા. નાના પુત્ર ડો. મહાદેવપ્રસાદ (એમ. ડી. એન. ડી.) વિદ્યમાન છે. મગનલાલ વખતચંદ શેઠ સ્વ. મગનલાલ વખતચંદનો જન્મ ઈ. સ. ૧૮૩૦ માં અમદાવાદમાં ભાર વિસા શ્રીમાળી જૈન જ્ઞાતિમાંના શેઠ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું પૂરું નામ વખતચંદ ઉર્ફે ઘેલાભાઈ પાનાચંદ હતું. તેમનાં પત્નીનું નામ રતનબહેન હતું, જે ખેરાલુ તાલુકાના ઉમતા ગામનાં હતાં. તે સરકારી અંગ્રેજી સ્કૂલમાં ભણતા હતા તે વખતે જ તેમણે લેખન-વાચનને શેખ
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy