SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ - ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ જેવા તેમના મિત્ર હતા, ડે. બુલ્હર તેમના ગુજરાતી લેખનું અંગ્રેજી કરતા હતા. ૧૮૭૭માં મુંબઈની રોયલ એશિયાટિક સેસાયટીએ એમને માનદ સભ્ય બનાવ્યા હતા. ૧૮૮૨માં મુંબઈ યુનિવર્સિટીએ ફેલો નીમીને તેમને સન્માન્યા હતા. ૧૮૮૩માં હેગની રોયલ ઈન્સ્ટીટયુટે તેમને ફરીન મેમ્બર બનાવ્યા હતા. ૧૮૮૪ માં લંડન યુનિવર્સિટીએ તેમને ડોકટર ઓફ લિટરેવરની પદવી આપી હતી. ડે. ભગવાનલાલ ૧૮૮૮માં અવસાન પામ્યા હતા. શિલાલેખોમાંથી ઇતિહાસ તારવી કાઢીને નિર્જીવ પત્થરોને સજીવન કરી બતાવનાર એ વિરલ પ્રતિભાધારી વિદ્વાનની શતાબ્દી ગુજરાત ૧૯૩૯માં ઉજવી હતી. ૧૯૪૩ માં મુંબઈ યુનિવર્સિટીમાં તેમની પ્રતિમા વડોદરાનરેશને હસ્તે ખુલ્લી મુકાઈ હતી. તેમના મૃત્યુ પછી ૫૫ વર્ષ પણ તેમની સેવાનું સ્મારક થયું તે એ સેવાની મૂલ્યવત્તાનું નિદર્શક બને છે. પુરાતત્વવિષયક લેખો તેમને મૂલ્યવાન સાહિત્યવારસો છે. પિતાની પાસેના જૂના લેખો, સિકકાઓ તથા બીજી કેટલીક મૂલ્યવાન વસ્તુઓ તેમણે મુંબઈની એશિયાટિક સોસાયટીને, બ્રિટિશ મ્યુઝિયમને અને મુંબઈની નેટીવ જનરલ લાયબ્રેરીને સેંપી દીધેલાં છે. તેમના વંશમાં હાલ કઈ પણ નથી. કવિ ભવાનીશંકર નરસિંહરામ સ્વ. કવિ ભવાનીશંકર નરસિંહરામ ત્રિવેદીને જન્મ તા. ૬-૬-૧૮૪૮ ને રોજ તેમના વતન લીંબડીમાં થયેલ હતું. તેમના પિતાનું નામ નરસિંહરામ મીઠારામ ત્રિવેદી અને માતાનું નામ દેવકુંવર હતું. તે સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ હતા. લીંબડીમાં તેમણે કશુ ભટની ગામઠી નિશાળમાં ગુજરાતી અભ્યાસ કરેલ અને બ્રિટિશ અમલ સ્થાયી થયા પછી અંગ્રેજી બે ધોરણ સુધી અભ્યાસ કરેલો. સાહિત્યોપાસના અને કાવ્યો તથા નાટકનવલથાનું આદિનું લેખન એ જ તેમના વ્યવસાયો હતા. તેમના જીવન ઉપર પ્રબળ અસર જાણીતા સંસારસુધારક સ્વ. કરસનદાસ મૂળજીની થઈ હતી. સ્વ. કરસનદાસ લીંબડીના એડમિનિસ્ટ્રેટર તરીકે સને ૧૮૬૭ ની સાલમાં ગએલા અને ૧૮૭૧ ની સાલમાં અવસાન પામ્યા ત્યારસુધી કવિને એમની સાથે ગાઢ સંપર્ક રહેલો. એમને સંપર્કને પરિણામે કવિએ સંસારસુધારાના વિષય પર કલમ ચલાવવા માંડેલી, તેમની કવિતા દલપતશૈલીની હતી.
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy