SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે પારસી કોમની સારી સેવાઓ બજાવી હતી. સરકારે તેમની સેવાઓ માટે તેમને સી. આઈ. ઈ. નો ખીતાબ આપ્યો હતો. પિતાની સરલ કલમ અને રમૂજી શિલીનો વારસો તેમને મળ્યો હતો. “જામે જમશેદ” દૈનિક ઉપરાંત “ગપસપ ” નામનું રમૂજી પખવાડિક પત્ર તેમણે ચલાવ્યું હતું જે તેના હળવા વાચન માટે લોકપ્રિય બન્યું હતું. તેમણે કેટલીક નવલકથાઓ તેમજ નાટક લખ્યાં હતાં. તા. ૧૧-૪-૧૯૩૩ નાં રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું હતું. મહુંમનાં પત્નીનું નામ બાઈ રતનબાઈ. તેમના મોટા પુત્ર શ્રી. અરદેશર ભરઝબાન હાલમાં “ જામે ”ના તંત્રી તરીકે અને બીજા પુત્ર રુસ્તમ મરઝબાન તેના વ્યવસ્થાપક તરીકે કામ કરે છે. મહેમે લખેલાં પુસ્તકોની યાદી નીચે મુજબ છે : “માઝનદરાન”, “નસીબની લીલી”, “જીવ પર જોરાવરી”, “કાચીને સાહુકાર”, “ધડી ચપકે”, “ખેમાન સંગ્રહ”, “વારેસે નાકબૂલ”, “મેહબત કે મુસીબત”, “હેન્ડસમ બ્લેગા” (નેવેલ અને નાટક), “એગ્રીમેન્યુસ સાથ એગ્રીમેન્ટ”, “માસીને માકે” (નાટક), “કુકીઆઈ સાસુનું કનફેસાઉ”, “અફલાતુન' (નાટક), “આઈનાં પર કાઈતું', “દેવનું ડોકું', મખર મેહર” (નાટક), “મેડમ ટીચકુ” (નાટક), “ધી સ્ટેઝ ઓફ ડ્રામા”, “ધી કેર્સ ઓફ ઈગ્નરન્સ”, અને “ઈફ શી એનલી ન્યુ”. છેલ્લાં ત્રણ ફીલ્મ માટેનાં નાટકે છે. પીંગળશી પાતાભાઈ નરેલા ભાવનગર રાજ્યના આ રાજ્યકવિને જન્મ સંવત ૧૯૧૨ના આસો સુદ ૧૧ને દિવસે, ચારણ જ્ઞાતિમાં, ભાવનગરની જૂની રાજધાની સિહેરમાં થયો હતો. એમના પિતાશ્રી પાતાભાઈ મૂળુભાઈ પણ ભાવનગરના રાજ્યકવિ હતા. એમનાં માતાનું નામ શ્રી આઈબા. એમનું લગ્ન ભાવનગર તાબે તળાજા મહાલમાં સેવાળીઆ મુકામે શ્રી મૂળાબા સાથે સંવત ૧૯૩૮માં થએલું. એમને હરદાનભાઈ અને જોગીદાનભાઈ એમ બે પુત્રો તથા બે પુત્રીઓ છે. મોટા પુત્ર આજે ભાવનગર રાજ્યના રાજ્યકવિ છે. પ્રાથમિક કેળવણું એમણે સિહોરની શાળામાં મહારાજા તખ્તસિંહજીની સાથે જ લીધેલી. ત્યારબાદ પિતે સંસ્કૃત, વ્રજભાષા, હિંદી, ચારણી વગેરે ભાષાઓને ઘેર આપમેળે અભ્યાસ કરી એમાં પારંગત થયા. રામાયણ, મહાભારત, અવતાર ચરિત્ર અને ગીતા એ એમના નિત્યરટણના ગ્રંથાએ
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy