SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ નથુરામ સુદર શુકલ સ્વ. કવિ નથુરામ સુંદરજી શુક્લ વાંકાનેરના ઔદીચ્ય બ્રાહ્મણ હતા. તેમને જન્મ વાંકાનેરમાં સંવત ૧૯૧૮ માં થએલો. તેમનાં માતુશ્રીનું નામ આણંદીબાઈ તેમણે પ્રાથમિક કેળવણી ગ્રામઠી શાળામાં લીધેલી. નાની વયમાં અને ગરીબ સ્થિતિમાં તે વૈદિક કર્મ શીખીને શુલવૃત્તિનું કામકાજ કરતા અને કુટુંબનિર્વાહ ચલાવતા. ભૂજમાં લખપતની પાઠશાળામાં તેમણે કાવ્યશાસ્ત્રને અભ્યાસ કર્યો હતે. વ્રજ અને સંસ્કૃતને અભ્યાસ પાછળથી કર્યો હતે. વ્રજભાષાના અભ્યાસ માટે મહુંમ ધ્રાંગધ્રાનરેશે તેમને કાશી મોકલ્યા હતા જ્યાં તે રસ, અલંકાર અને નાયકાભેદ આદિ શીખ્યા. સંસ્કૃત અભ્યાસ તેમણે ભાવનગરમાં સ્વ. પ્રાણજીવન મેરારજી પાસે કર્યો હતો. વરલના ઠાર શ્રી. હરિસિંહજીએ તેમને અભ્યાસ માટે મદદ કરી હતી. તેમની કાવ્યશાસ્ત્રમાં નિપુણતા અને કવિતારચના પરથી તેમને દેશી રાજાઓ તરફથી સારું ઉત્તેજન મળતું થયું હતું. ભાવનગર પોરબંદર તથા વાંકાનેરના રાજવીઓએ તેમને રાજકવિ તરીકે નીમીને સારી પેઠે ઉત્તેજન - આપ્યું હતું, તેમણે સાહિત્યનાં બધાં અંગેને વ્રજમાંથી અને સંસ્કૃતમાંથી અભ્યાસ કર્યો હતો. તે શૃંગારરસપ્રધાન કવિ લેખાતા. તેમણે સંખ્યાબંધ નાટકો લખેલાં. તેમાં તેમની શંગારપ્રિયતા ચમકતી. તેમનાં લખેલાં નાટક મુંબઈ ગુજરાતી નાટક કંપની, વાંકાનેર વિદ્યાવર્ધક કંપની, વાંકાનેર સત્યબોધ કંપની, પાલીતાણું ભક્તિવર્ધક નાટક કંપની, વાંકાનેર નૃસિંહ નૌતમ નાટક મંડળી વગેરેએ ભજવેલાં. -- તેમનાં લખેલાં પુસ્તકોની યાદી – કાવ્યગ્રંથે-ઋતુવર્ણન (૧૮૮૮), શૃંગારસરેજ (૧૯૦૦), કૃષ્ણબાળલીલા સંગ્રહ (૧૯૦૭), કાવ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર (૧૯૧૧), કાવ્યસંગ્રહ (૧૯૧૬), વિવેકવિજય (૧૯૧૫), ઝાલાવંશવારિધિ (૧૯૧૬), પ્રતાપપ્રતિજ્ઞા નાટક (૧૯૦૫), તખ્તયશ ત્રિવેણિકા, તખ્તવિરહ બાવની, ભાવ આશીર્વચન કાવ્ય, અમર કાવ્યકલાપ, ભાવસુયશ વાટિકા, ઠંડું વિરહ, ત્રિભુવનવિરહ શતક, ભાવવિરહ બાવની નટ–કુમુદચંદ્ર, કામલતા સ્વયંવર, હલામણ જેઠ, હરિશ્ચંદ્ર, રાજગી, લાલખની લુચ્ચાઈ, સતી સજિની, માધવ કામકંદલા, ગુમાન
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy