SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે ૩૫ નેકરીમાંથી નિવૃત્ત થયા બાદ સાહિત્યસેવા ચાલુ રાખી ઈન્ડીઅન એન્ટીકવરી, ટાઇમ્સ, ગુજરાતી, તથા માસિક પત્રમાં તે લેખો લખતા. શાળાઓમાં પરીક્ષા લેવાનું કામ અને ગો. તે. ચેરીટી ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સને ૧૮૮૮ થી તે કામ કરતા. સરકારે તેમને એ અરસામાં જે. પી. બનાવ્યા હતા. તા. ૧૪-૧૧-૧૯૦૨ ના રોજ ૭૦ વર્ષની વયે તાવની બિમારીમાં તેમનું અવસાન થયું હતું. તેમના સ્મરણાર્થે તેમના પુત્ર શ્રી. મગનલાલ ખખરે રૂ. ૨૬૦૦૦ નું ફંડ સ્થાપ્યું છે જેના વ્યાજમાંથી ન્યાતના છોકરાઓને કેળવણી માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. સ્વ. દલપતરામ પિતાની પાછળ બે સંતાનો મૂકી ગયા છેઃ શ્રી. મગનલાલ ખખ્ખર અને શ્રી. તુલજાગૌરી. શ્રી. મગનલાલને રા. સા. તથા જે. પી. ને ઈલકાબ મળ્યો છે. તે પણ એક લેખક અને ગ્રંથકાર છે. સ્વ. દલપતરામનાં પુસ્તકૅની યાદી નીચે મુજબ છેઃ શાકુન્તલ નાટક', “કચ્છની આર્કીઓલોજી” (અંગ્રેજી), “કચ્છની ભૂગોળ વિદ્યા”, કચ્છનો નકશે, ભૂજનો નકશે, “શેઠ હરજીવનદાસ માધવદાસનું જીવનચરિત્ર”. દામોદર ખુશાલદાસ બોટાદકર સ્વ. દામોદર ખુશાલદાસ બોટાદકરને જન્મ તેમના વતન બેટાદમાં તા. ર૭ મી નવેમ્બર ૧૮૭૦ ના રોજ થયો હતો. ન્યાતે તે મોઢ વણિક હતા. પાંચ વર્ષની વયે તેમના પિતાજીનું અવસાન થયું હતું. કેળવણીમાં તેમણે ગુજરાતી છ ધારણુ જેટલો અભ્યાસ સ્વ. દેવશંકર વૈકુંઠજી ભટ્ટ પાસે કર્યો હતે. ગરીબ સ્થિતિને કારણે તેર વર્ષની વયે જ તેમને શિક્ષકને વ્યવસાય લેવો પડો હતો. સને ૧૮૯૩ માં તે મુંબઈ ગયા હતા, અને પુષ્ટિમાર્ગ પ્રકાશ” નામના વૈષ્ણવ સંપ્રદાયના એક માસિક પત્રનું તંત્ર હાથમાં લીધું હતું. અહીં તેમને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવાની તક મળી હતી. સંસ્કૃત અને ગુજરાતી કાવ્યસાહિત્ય એ એમને પ્રિય વિષય બન્યો હતું. સને ૧૯૦૭માં તે વતનમાં પાછા ફર્યા હતા કારણકે મુંબઈનાં હવાપાણી તેમને અનુકૂળ બન્યાં નહોતાં. ત્યારથી તેમણે ભાવનગર રાજ્યના કેળવણીખાતામાં નેકરી લીધી હતી, અને અવસાન થતાંસુધી જુદે જુદે સ્થળે મદદનીશ શિક્ષક તથા મુખ્ય શિક્ષક તરીકે ટૂંકા પગારમાં નેકરી કરી હતી.
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy