SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિતાવલિ - વિદેહ ગ્રંથકારી દુનિયાભરમાં કાઈ સર્જને કર્યાંનું નોંધાયું નથી. એમનાં જ્ઞાન અને અનુભવને લીધે તે જીવ્યા ત્યાંસુધી મુંબઈ યુનિવર્સિટીમાં એલ. એમ. એન્ડ એસ. ની છેલ્લી પરીક્ષામાં પરીક્ષક તરીકે નીમાતા. રાજકારણમાં પોતે પડ્યા ન હતા, છતાં જૂનાગઢના રાજ્યપુરાવાહી એમની સલાહ લેતા; આટલી પ્રતિષ્ઠાવાળું સતત ઉદ્યોગશીલ જીવન હેાવા છતાં તે સામાજિક કાર્યો માટે પણ વખત કાઢતા. જૂનાગઢના ગિરનાર પર્વત પરનાં છૈસુધીનાં પગથિયાંનું બાંધકામ એ એમના જ શ્રમ તે લાગવગનું પરિણામ છે. રાજ્ય પાસેથી તેમ જ લોટરી કઢાવીને લાખા રૂપિયા ઊભા કરી તેમણે મહામહેનતે એ કામ પાર પાડયું. એમનું લગ્ન ધારાજીમાં ઈ. સ. ૧૮૭૪ (સં. ૧૯૨૫)માં શ્રી. પાનકુંવર સાથે થયું હતું. એમને ચાર પુત્ર અને ત્રણ પુત્રી છે, જે સર્વે કેળવાએલાં અને સંસ્કારી છે. જૂનાગઢમાં વૈજ્કીય પ્રેક્ટીસ ઉપરાંત રૂના ધંધામાં પડી એમણે જીનિંગ અને પ્રેસિંગ કારખાનાં કાઢેલાં તેમ જ શરાફ઼ી પેઢી પણ ચલાવેલી. ઈ. સ. ૧૯૦૭ના સપ્ટેમ્બરની ત્રીજી તારીખે જૂનાગઢમાં હૃદથના દુખાવાને લીધે એમનું અવસાન થયું. એમના ગ્રંથ ‘શારીર અને વૈદકશાસ્ત્ર' વૈદકના અભ્યાસીએ તેમ જ જનતામાં સર્વત્ર લેાકપ્રિય થયા છે. એના પઢનપાનથી અનેક વૈદ્યો પેાતાના ધંધા ખીલવી શકેલા. એમના અવસાનસુધીમાં એની ચાર આવૃત્તિ થઈ ગએલી અને પાંચમી તૈયાર થતી હતી, તેમ જ તેના મરાઠી અનુવાદ પણ થયા હતા. એમનાં પુસ્તક શારીર અને વૈદકશાસ્ત્ર” અને “માને શિખામણું,” ' રા. સા. દલપતરામ પ્રાણજીવન ખખ્ખર રા. સા. દલપતરામ ખખ્ખર ન્યાતે બ્રહ્મક્ષત્રિય હતા. સં. ૧૮૯૨ના કારતક સુદ ૧૧ ( તા. ૧-૧૧-૧૮૩૫ ) તે દિવસે દીવ સંસ્થાનમાં તેમને જન્મ થયા હતા. એમના પિતાનું નામ પ્રાણજીવન પૂર્ણાનંદ ખખ્ખર અને માતાનું નામ ધનકુંવર હતું. એમનાં ત્રણ લગ્ન થયાં હતાં. પ્રથમ લગ્ન સુરતમાં ડાહીબાઇ સાથે, એ વર્ષમાં તેમનું અવસાન થવાથી ખીજાં લગ્ન મુંબઇમાં ચંદ્રભાગા સાથે અને તેમનું થાડા વખતમાં અવસાન થવાથી ત્રીજું લગ્ન ભાવનગરમાં ૧૯૧૬ માં દેવકારઆઈ સાથે થયું હતું.
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy