SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ - ગ્રંથ અને ગ્રંથકાર પુ. ભજને છે. તેમાં હિંદુ ધર્મની ઉદાર ધર્મભાવના, ઊંડી લાગણી, જ્ઞાન અને અનુભવ પ્રકટ થાય છે. “પત્રગીવામાં ગીતાના ઉત્તમ ૧૬ શ્લોકોનું એવી છંદમાં વ્યાખ્યાન દ્વારા રહસ્ય સમજાવ્યું છે. “રંગસ્તવન'માં અવધૂતના અનુયાયીઓએ રચેલાં સ્તવને છે. સંતની પ્રાચીન પ્રણાલિકા મધ્યમ પેઢીની કવિતા દ્વારા ચાલુ રહી છે એમ આ બધાં પુસ્તકે સૂચવી રહ્યાં છે. કીર્તન કુસુમમાળા' (જેઠાલાલ મોજીલાલ)માં કવિએ રચેલાં ભક્તિભાવનાં કીર્તનો છે. ---- ‘ડંકપુર યાત્રા” (કાશીભાઈ પટેલ) માં ડાકોરની યાત્રા નિમિત્ત ભક્તિના આર્તભાવો વહાવેલા છે. સ્તવનાદિ સંગ્રહ (શાહ જશભાઈ ફુલચંદ): જૈનોના સ્નાત્ર પૂજા આદિ વખતે ગાવા યોગ્ય સ્તવના આ સંગ્રહમાં વિશેષતા એ છે કે તે ભક્તિની કવિતા છે, પરંતુ તેનું બધુંય કવિતાપણું નાટક-ફિલ્મી તેમાં જ સમાઈ રહેલું છે. પ્રભુસ્તુતિની આધુનિક કાવ્યકલાની તુચ્છતાનું દર્શન તેમાં કરી શકાય છે. રાસસિંહે - કવિ નાનાલાલ, કવિ ખબરદાર અને કવિ બોટાદકરના રાસેએ ગેય કવિતાના રસમાં જે રસ ઉપજાવ્યો છે તે રસ રાસોમાંનું વાણીલાલિત્ય કે રાગ-ઢાળ જ નથી, તેમાંના અર્થગૌરવ અને લલિતભાવદર્શક ધ્રુવપદોએ પણ મોટો ભાગ ભજવે છે. તેમનાં અનુસરણ અને અનુકરણ કરીને ઘણું નવાજૂના કવિઓએ રાસો લખ્યા છે, પરંતુ તેમાંના બહુ જ થોડા રાને જનતાએ ઝીલ્યા છે. જે રાસ ઝિલાયા છે તેમાં ય અર્થગૌરવ અને લલિત ભાવ જ મુખ્યત્વે કરીને આકર્ષણનું કારણ બન્યા છે. નીચે એ રાસસંગ્રહોનાં નામ તારવિને આપ્યાં છે અને જે જે સંગ્રહમાં સેંધપાત્ર વિશેષતા જણાઈ છે તે દર્શાવી છે. હાના ન્હાના રાસ ભાગ ૩” (કવિ નાનાલાલ), “રાસચંદ્રિકા – કેટલાક નવા અને બીજા જૂના રાસ (કવિ ખબરદાર), “આકાશનાં ફૂલ' અને “મુક્તિના રાસ–દેશદાઝવાળાં સામાન્ય રાસ-ગીત ( સ્ના શુકલ), “રાસવિલાસ (ખંડેરાવ પવાર), “રાસપદ્મ” અને “રાકીમુદી' (મૂળજીભાઈ શાહ), “રાસપાંખડીકુટુંબપ્રેમ, સ્વદેશપ્રેમ, પ્રકૃતિપ્રેમનાં રાસ-ગીત (વિવિત્સ: ચીમનલાલ ગાંધી), “શરપૂર્ણિમા', “રાસમાલિકા'—જુદાજુદા લેખકોના રાસની તાવણી, અને “રાસ ત’ (ધચંદ્ર બુદ્ધ), “રાસરંજન’ જગુભાઈ રાવળ અને વાડીલાલ શાહ), “ગીતમાધુરી” (મનુ દેસાઈ), રાસગંગા' (ચંદ્રકાન્ત ઓઝા), “સૂર્યમુખી” (સુંદરલાલ પરીખ), “અમર ગીતાંજલિ' (કવિ લાલ નાનજી), “રાસપૂર્ણિમા” (જમિયતરામ અધ્વર્યુ),
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy