SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું “ નીમકહરામ ”, ધણી કે ઢેઢાર પારકી આશ २१ (( ભાગ ), “ રમુજી ફકરા સંગ્રહ ', જીલુ ગેારાણી ”, 66 ઘેરના ધેલા અને બાહેરના ડાહ્યા ”, “ ભલે કે ભુંડા " ”. rr "" અને જાફરના બાપ ”, “ પંચ કથા ”, “ માકી ચવીત્રી ’’, સદા નિરાશ ”, સુના માય વઢકણી ” ( ચાંદન ચલકતી ), “ કમબખ્ત કાણુ ?”, “તોફાની બારકસ”, “મેાદીખાનેથી મારસેલ્સ”, “ગારું વિલાયત”. r મહુમનાં પુત્રી જરખાÇ “મટલાંની મેહરા” એ તખલ્લુસથી વર્તમાન પત્રોમાં કટાક્ષમય લેખેા લખતાં. તેમના મેાટા પુત્ર પીરાજશા અહેરામજી મરઝખાન “પીજામ” પણ એક સારા લેખક હતા. નાના પુત્ર જાલ મર્ઝખાન ૧૯૨૬ ના મે માસમાં મીસીસ કરાકાને જુહુના દરિયામાં ડૂબતાં બચાવવા જતાં પોતે ડૂખી મરણ પામ્યા હતા. ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલ 6 ભારે મહાન (great) નથી થવું; સારા-ભલા (good) થવાય તેા ધણું છે' એવું નમ્ર ને મર્યાદિત જીવનસૂત્ર નજર આગળ રાખીને ખંત ઉદ્યોગ અને ચીવટથી ગુજરાતના પત્રકારત્વમાં તથા સાહિત્યમાં મૂગું કામ કરી જનાર, ‘નિર્ગુ’ના તખલ્લુસથી લખનાર અને અમદાવાદની બંધુ સમાજ'ના એક માત્ર અ-નાગર સભ્ય શ્રી. ડાવાભાઇના જન્મ મૂળ વડનગરની લેઉઆ કણબી જ્ઞાતિના શ્રી. લક્ષ્મણભાઈ જીવાભાઈ પટેલને ત્યાં, ઇ. સ. ૧૮૭૪ના અરસામાં, ધણું કરીને અમદાવાદમાં થયા હતા. કેળવણી પણ એમણે અમદાવાદમાં જ લીધી અને યુનિવર્સિટીની સ્કૂલ ફાઈનલ પરીક્ષા પસાર કરીને વકીલાત માટે કાયદાના અભ્યાસ શરુ કર્યાં, પણ સંજોગવશાત્ તે પડતા મૂકીને પોતાના પ્રિય વ્યવસાય પત્રકારત્વ અને સાહિત્યલેખનમાં તે જોડાયા અને અવસાનપર્યંત એમાં જ રત રહ્યા. બહુ અભ્યાસ ન કરી શકવા છતાં તીવ્ર જ્ઞાનપિપાસાને લીધે એમણે જીવનપર્યંત વિદ્યાવ્યાસંગ રાખ્યા હતા અને સ્વ. નરસિંહરાવ દીવેટિયાના નિકટ પરિચયમાં હાવાથી એમની છાપ ડાહ્યાભાઈના જીવન પર ઠીક પડી હતી. ઉપરાંત ફ્રેન્ચ રેવાલ્યૂશનના વાચનને પરિણામે તેના નેતાઓની તેમ જ ડિકન્સ, ઘુમા, એકન અને એમર્સનના વાચનની એમના મન પર સારી અસર હતી. લગભગ આખી જિંદગી એમણે પત્રકારત્વમાં જ પસાર કરી હતી. થાડાંક વરસ ગુજરાત વર્નાક્યુલર સેાસાયટીના આસિ. સેક્રેટરી તરીકે પણ
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy