SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. તરત જ ૧૯૦૯ માં ગુજરાત કોલેજમાં ગણિતના અધ્યાપક તરીકે તેમની નિમણુક થઈ ત્યાં ૧૨ વર્ષ સુધી ખ્યાતિ મેળવ્યા બાદ ૧૯૨૧ માં અસહકાર આવતાં તે નોકરી છોડી દીધી. ત્યાં તો એમને માટે પ્રિન્સિપાલ થવાની તક હતી, પણ અભ્યાસકાળથી જ અરવિંદ ઘોષ, લોકમાન્ય તિલક આદિની પ્રબળ અસર જીવન પર પડેલી, એટલે દેશપ્રેમને પહેલે ગણી તે નેકરી તેમણે જતી કરી અને ગુજરાત વિદ્યાપીઠમાં ગણિતાધ્યાપક બન્યા. તે પછીથી તે ૧૯૩૩ સુધી તેમણે જુદા જુદા રાજકીય ક્ષેત્રના તબક્કામાં કાર્ય કર્યું ૧૯૨૩ માં વિઠ્ઠલભાઈ પટેલ સાથે સ્વરાજ પાર્ટીમાં જોડાઈ મુંબઈ ધારાસભામાં ગયા, ૧૯૨૭ થી ૧૯૩૦ સુધી વિટીને કામે ગામડાંઓમાં રખડ્યા, ૧૯૩૦ માં દાંડીકૂચ થતાં ધારાસભામાંથી રાજીનામું આપ્યું અને જેલમાં ગયા, ૧૯૩૧ માં છૂટયા પછી મંદવાડ આવ્યો. ૧૯૩૩ માં બોચાસણના સ્વામીનારાયણ પંથના સંત યજ્ઞપુરુષદાસજીને સમાગમ થતાં તેમનું જીવન ધર્મ તરફ ઢળી ગયું. છેલ્લાં ચાર વર્ષ તેઓ અમદાવાદની લાલભાઈ દલપતભાઈ કેલેજમાં ગણિતના અધ્યાપક અને મુંબઈ યુનિવર્સિટીમાં એમ. એ. અને એમ. એસ. સી. ને પરીક્ષક હતા. ગણિત અને સંસ્કૃત એમના પ્રિય વિષય, અને ગણિતની પેઠે સંસ્કૃત ઉપર પણ એમને એટલો કાબૂ હતું કે ચાહે ત્યારે શીધ્ર કાવ્ય પણ રચી શકતા. “પ્રતાપ ચરિત’ નામનું ૧૯૧૪ માં લખેલું એમનું સંસ્કૃત નાટક હજી અપ્રકટ છે. જીવનનાં છેલ્લાં વર્ષોમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મહાન આચાર્યનું જીવન “અક્ષર પુરુષોત્તમ ચરિત્ર' નામે સંસ્કૃતમાં શરુ કરેલું જેના ૧૬૦૦૦ કે લખાએલા પડ્યા છે. ઈ. સ. ૧૯૦૧ માં એમનું પ્રથમ લગ્ન શંકરલક્ષ્મી સાથે અમદાવાદમાં થએલું જેનાથી એક પુત્ર છે. ૧૯૧૭માં બીજું લગ્ન ડાહીગૌરી સાથે થયું જેનાથી ચાર પુત્રો અને બે પુત્રીઓ હયાત છે. ઈસ. ૧૯૪૧ના જાનની ૨૪મી તારીખે અમદાવાદમાં એમનું અવસાન થયું. એમના ગ્રંથની યાદી – “મહારાણા પ્રતાપસિંહ” (નાટક) ઈસ. ૧૯૧૫ : “ પરાક્રમી પૌરવ” (નાટક) ઈ. સ. ૧૯૨,
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy