SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ - અને ગ્રંથકાર પુ. હું પિતાની ન્યાતના ગરીબ વિદ્યાર્થીઓને તે સ્કોલરશીપ આપતા. તેમની જાહેર સેવાઓના બદલામાં ૧૯૧૧માં તેમને સરકારે “કેરોનેશન મેડલ” અને ૧૯૧૫માં “રાવસાહેબને ખીતાબ પણ આપેલો. લીંબડીની મ્યુના ચેરમેન તરીકે તેમણે ઘણાં વર્ષો સુધી કામ કર્યું હતું. સાહિત્યમાં તેમને ફાળે મુખ્યત્વે “કૌતુકમાળા અને બોધવચન” પૂરત છે. એ પુસ્તક એ કાળે ખૂબ લોકપ્રિય થયેલું અને તેની સંખ્યાબંધ આવૃત્તિઓ થઈ હતી. એ પુસ્તકનું અંગ્રેજી ભાષાંતર Indian Folklore નામથી અને તેનું હિંદી ભાષાંતર પણ તેમણે પાછળથી બહાર પાડેલાં. કેટલાંક કાયદાનાં ગુજરાતી પુસ્તકે તેમણે લખેલાં જેમાં “લિમિટેશન હૈ” અને “કાઠિયાવાડ રિપોર્ટસ” મુખ્ય છે. તેમનું લગ્ન લીંબડીમાં થયેલું. તેમનાં પત્નીનું નામ માણેકબાઈ તેમને ચાર પુત્ર અને એક પુત્રી હતાં. સ્વ. મૂળજી રેડી રેફરમેટરી સ્કૂલના સુપરિન્ટેન્ડન્ટ હતા. શ્રી. દયારામ લીંબડીમાં મ્યુ. ચેરમેન છે. શ્રી. જગજીવનદાસ લીંબડીમાં પિતાના ઉદ્યોગોની વ્યવસ્થા સંભાળે છે. સ્વ. ભૂદરદાસ એક સારા લેખક હતા. તેમણે કેટલીક નવલકથાઓ લખી હતી. તેમનું છેલ્લું પુસ્તક “ઉમર ખય્યામની રુબાઈયાતના કાવ્યાનુવાદનું છે. ગોપાળજી કલ્યાણજી દેલવાડાકર સ્વ. ગોપાળજી દેલવાડાકરને જન્મ તા. ૧-૬-૧૮૬૯ને રોજ કાઠિયાવાડના દેલવાડા ગામમાં થયો હતો. ન્યાતે તે ઔદીચ્ય બ્રાહ્મણ હતા. તેમનાં માતુશ્રીનું નામ વહાલીબાઈ હતું, જે તેમને ૬ દિવસના મૂકીને મૃત્યુ પામ્યાં હતાં. દેલવાડામાં ગુજરાતી સાત ધરણને અભ્યાસ કરીને ૧૬ વર્ષની વયે તે મુંબઈ ગયા હતા. મુંબઈમાં વાચ્છાગાંધીને ત્યાં નામું લખવાની નેકરીમાં જોડાયા હતા, તે સાથે તેમણે ખાનગી રીતે અંગ્રેજી અભ્યાસ કરવા માંડયો હતે. કવિતા અને નાટકે લખવાના રસને કારણે પછીથી તે મી. નાનાભાઈ રુસ્તમજી રાણીનાની “આફ્રેડ નાટક મંડળીમાં નાટક લખવા માટે રહ્યા હતા. ત્યારબાદ તેમણે સ્વદેશી નાટક મંડળી ', “વિકટારિયા ગુજરાતી નાટક મંડળીને માટે પણ કેટલાંક નાટક લખ્યાં હતાં, તે અરસામાં અને તે પછી તેમણે કેટલાંક વાર્તાનાં પુસ્તક તથા કિંડરગાર્ટન શિક્ષણપદ્ધતિનાં પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યા હતાં. એ શિક્ષણ પદ્ધતિનાં પુસ્તક તૈયાર કરવામાં ગુજરાતીઓમાં તે પહેલા હતા, અને તેમનાં પુસ્તકે બાળકેળવણી
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy