SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પક અને ગ્રંથકાર પુછે અમદાવાદની નાગરી ન્યાતમાંથી વિલાયત જનાર એ પહેલા જ હોવાથી એમને ૭ વર્ષ ન્યાત બહાર રહેવું પડેલું. અમદાવાદની સંસારસુધારા હીલચાલમાં એમનું કુટુંબ અગ્રણી હતું અને કૃષ્ણરાવ એ પ્રવૃત્તિમાં ભઘનિષેધ વગેરે હીલચાલોમાં તેમજ એમના પિતાની સ્થાપેલી અમદાવાદની પ્રાર્થનાસમાજમાં આગળ પડતે ભાગ લેતા. બંગાળી અને મરાઠી ભાષાના તેઓ સારા વિદ્વાન હતા, અને બ્રહ્મ સમાજના મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર તથા કેશવચન્દ્ર સેનની અને તુકારામ બ્રહ્માનંદ આદિ ભકતોની કૃતિએ તેમને ખૂબ પ્રિય હતી. રમેશચંદ્ર દત્ત, પ્રતાપચન્દ્ર મઝુમદાર, સત્યેન્દ્રનાથ ઠાકુર, ડો. ભાંડારકર આદિના નિકટ પરિચયમાં તેઓ હતા. સંગીતમાં તેઓ નિષ્ણાત હતા અને સંગીત ઉપરને એમને કાબૂ એક સંગીતાચાર્ય જેટલો હતે. એટલે જ એમની કૃતિઓમાં કવિત્વની સાથે સંગીતની ધીમી પણ સંવાદમાં લહરી જણાયા કરતી. ગુજરાતમાં બંગાળી ઢબથી ગીતના ઢાળ ઉતારનાર તેઓ પ્રથમ હતા. પ્રાર્થનાસમાજ માટે તેમના પિતાની રચેલી “પ્રાર્થનામાળા” ના બીજા ભાગના અધૂરા રહેલા અંકે કર્તાના અવસાન પછી પૂરા કરવામાં તેમના વડીલ બંધુ નરસિંહરાવની સાથે તેમને પણ મોટો ફાળો હતે એ બહુ ઓછા જાણે છે. પહેલી સાહિત્ય પરિષદમાં “રંગભૂમિ ઉપર એમણે નિબંધ વાંચેલે. તે ઉપરાંત જ્ઞાનસુધા, બુદ્ધિપ્રકાશ આદિ માસિકમાં એમના લેખ અવારનવાર આવતા. એમનું લગ્ન સુરતમાં સૌ. પ્રિયંવદા સાથે થયું હતું. એમના બે પુત્રોમાંથી એક વિપિનવિહારી સ્વર્ગસ્થ થયા છે. બીજા શ્રી. સુધાકર વ્યાપારી લાઈનમાં છે. પુત્રી સૌ. પ્રતિમા એ સ્વ. આચાર્ય આનંદશંકર ધ્રુવનાં પુત્રવધૂ થાય. મુંબઈમાં ૨૦મી સપ્ટેમ્બર ૧૯૨૧ ના રોજ એમનું અવસાન થયું. એમના ગ્રંથની નામાવલિ નીચે મુજબ છેઃ સરદાર રા. બ. ભોળાનાથ સારાભાઈનું ચરિત્ર ઈ. ૧૮૮૮ મુકુલમર્દન (નવલકથા) - ઈ. ૧૮૯૫ વિરાજમોહન (બંગાળી પરથી ભાષાંતર) બ્રાન્તિસંહાર (નાટક) ઈ. ૧૮૯૯ *
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy