SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯ કારણે કવિતાપ્રેમી સામાન્ય જનતાને ગમી જાય તેવો છે. જીવનદષ્ટિનું ઊંડાણ કે ઉચ્ચ પ્રતિભાની ન્યૂનતા હોવા છતાં છંદપ્રભુત્વ દર્શાવતી એ કવિતાવાણીમાં શ્રવણસુખદતાનો ગુણ રહેલો છે. વનવનનાં ફૂલ” (નાગરદાસ અ. પંડયા): પ્રૌઢતાભરી સંસ્કૃત શૈલીમાં લખાયેલાં ખંડકાવ્ય, ઊર્મિગીતો અને મુક્તકોને આ સંગ્રહ છે. કથનશૈલી સ્પષ્ટ અને થાનકો રસપૂર્ણ છે. ચેતનયુક્ત તરલતા ઓછી છે. “તંબૂરાને તાર (મોરારકામદાર): બોધપ્રધાન કવિતા, ફારસી ગઝલો, ભજનો, દુહા વગેરેના આ સંગ્રહ ઉપર દલપત શિલીની સ્પષ્ટ અસર છે. “ઊર્મિ' (વાશ્રયી લેખકમંડળ-લાઠી): ઊર્મિકાવ્યો, દેશભક્તિનાં કાવ્યો કટાક્ષકાવ્યો, ખંડકાવ્યો, રાસ, બાલકાવ્યો વગેરેને આ સંગ્રહ જુદાજુદા કવિતા-લેખકોની વાનગી પીરસે છે. બધાં કાવ્યોમાં સમાન ગુણવત્તા નથી અને શૈલીઓની પણ વિવિધતા છે. બુલબુલનાં કાવ્યો' (કાન્તિપ્રસાદ વોરા)માં ખંડકાવ્યો, પ્રણયગીત, ઊર્મિગીતો, રાસો, વંદનગીત, દેશગીતો, હાસ્યગીતે એવી વિવિધતા છે, પરંતુ બધાં સામાન્ય કોટિનાં અને ‘કાન્ત’-નરસિંહરાવનાં અનુકરણ જેવાં છે. રસધારા” અને “પારસિકા' જેહાંગીર માણેકજી દેસાઈ): પદ્યદષ્ટિએ લગભગ નિર્દોષ અને સુઘડ એવી આ સંગ્રહોમાંની કવિતા ગદ્યમાં કહેવા જેવી વસ્તુઓને ગદ્યાળુ શિલીએ પદ્યનો અવતાર આપે છે. શૈલીમાં કવિ દલપતરામ અને કવિ ખબરદારનું અનુકરણ મોટે ભાગે છે અને કવિ ખબરદારની પેઠે તે નવા છંદ પ્રયોગ પણ કરે છે. પારસિકાંમાં જરથોસ્તી ધર્મની સમીક્ષા, ધાર્મિક ઉોધન, પ્રસિદ્ધ પુરુષોની કથાઓ અને ઇરાની અંતિહાસનું વિહંગાવલોકન છે. ત્રિવેણી” (પુષ્પા રમણલાલ વકીલ): છંદોબદ્ધ કવિતા, રાસો અને મુખ્યત્વે બાળગીત : એવી ત્રિવિધતા “ત્રિવેણી'માં રહી છે. રાસોમાં પ્રેમનંદ, નરસિંહ અને નાનાલાલની પ્રેરણા છે. ગીત-રાસ કરતાં છંદબદ્ધ પ્રણયકાવ્યોમાં ભાવરૂપે કાવ્યતત્ત્વ વિશેષ પ્રકાશે છે. પરિમલ” (રમણીકલાલ દલાલ): કેટલાંક પરભાષાનો આધાર લઈને લખેલાં અને કેટલાંક મૌલિક એવાં કાવ્યોનો આ સંગ્રહ છે. અંગ્રેજીને આધારે લખાયેલાં કાવ્યોમાં શબ્દોજનામાં કેટલીક કૃત્રિમતા લાગે છે તે મૌલિક કાવ્યોમાં શબ્દસૌષ્ઠવ ઠીક જળવાય છે. છંદરચના શુદ્ધ છે. પ્રકૃતિ, જીવન અને પ્રણય એ વિષયો મોટા ભાગની કવિતાને સ્પર્શે છે. કાવ્યપૂર્વા (ઉપેન્દ્રરાય નાનાલાલ વોરા): વાણી કે વિચારમાં અભિ
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy