SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. કેટલાક પ્રમાણમાં પ્રકટે છે. સંગ્રહ લેખકના લેખન-સામર્થ્યને તો બતાવી આપે છે. એ પ્રકાશનના બીજા ખંડ “સફર અને બીજાં કાવ્યો' (મુરલી ઠાકુર) માંનાં ગેય કાવ્યોમાં હદયના અને છંદબદ્ધ કાવ્યોમાં બુદ્ધિના આવિર્ભાવો પ્રકટે છે, પરંતુ બેઉના આવિર્ભા પૂરતું ઊંડાણ નથી દાખવતા. આશાની કાંઈક ઝાંખી કરાવતી પ્રગદશાની એ કવિતાઓ છે. કેસુડો અને સોનેરૂ” (હરિશ્ચન્દ્ર ભટ્ટ) માં થોડી અંગ્રેજી ઉપરથી કરાયેલી અનુવાદ-કૃતિઓ છે અને બીજા મૌલિક કાવ્યો છે. નૂતન શિલી લેખકને સારી રીતે ફાવી હોય તે દર્શાવતી કવિતાઓ આ સંગ્રહમાં વિશેષ છે. કેટલાંક સુરેખ ઊર્મિગીતો પણ છે. સુકોમળ ભાવનાં નિદર્શક વર્ણનમાં લેખક ઘણે સ્થળે ઊચું કવિત્વ દાખવી શકે છે. - “ખંડેર, ઝરૂખો, સૌભાગ્ય' (ભગીરથ મહેતા) નામના કવિતાસંગ્રહમાં લેખકની લેખનની શક્તિનું દર્શન થાય છે. કવિતાતત્ત્વ દર્શન મળ્યું છે. ‘ચિત્રલેખા' (રમણ વકીલ): પ્રણય, પ્રકૃતિ અને જીવનને સ્પર્શતાં છંદોબદ્ધ અને ગેય કાવ્યોનો આ સંગ્રહ સુરેખ સરળ ભાષા અને સ્પષ્ટ અર્થનું દિર્શન કરાવતી કવિતાઓ આપે છે. ઘેડી હળવી કવિતાઓ પણ તેમાં છે. ઊર્મિ અને કલ્પના તેજસ્વી ન હોવાને કારણે તેમાં મોળપ લાગ્યા કરે છે.. “કોણ માથાં મૂલ' (લ. ઠા.નયેગાંધી)માંનાં કાવ્યો દેશ માટેની સમર્પણની ભાવના, ઉદ્દામ આવેગ, સંસ્કારી ભાષા અને શુદ્ધ છંદોનાથી યુક્ત છે. .“રમલ” (સં. વિપિન ચીનાઈ) એ જુદાજુદા નવીન કવિતાલેખકોની વાનગીનો સંગ્રહ છે; કેટલીકમાં કેવળ અનુકરણવૃત્તિનું જ દર્શન થાય છે. પ્રભાત નર્મદા' (‘પતીલ') અત્યંત સંવેદનશીલ માનસમાંથી ઊછળતી ઊર્મિઓ આ કવિતાસંગ્રહમાં અવલોકી શકાય છે અને બાલાશંકર-કલાપી'સાગર’ની મસ્તી તેમની ગઝલોમાં અને છંદોમાં ઊતરી હોવાનો ભાસ થાય છે, પરંતુ તેમાં વાસ્તવિક ઊર્મિ કરતાં ઊમિલતા વિશેષ છે. આળા હૃદયના પુત્કાર અને વિષાદનો પ્રતિધ્વનિ તેમાંથી પ્રકટે છે. “પતીલ' નવીન પેઢીના કવિ છે, પરંતુ અર્થઘનતા કરતાં ભાવુકતા તેમને વધુ સદે છે. તેમના નવા છંદ પ્રયોગ કવિતાપ્રવાહને માટે યોજાયા હોય તેમ જણાતું નથી. ખંડકાવ્યો કવિતાસંગ્રહોના પ્રમાણમાં ખંડકાવ્યો બહુ જ ઓછાં લખાયાં છે. નવીન પેઢીની કવિતામાં સ્વાનુભવરસિકતા જેટલી ઊતરી છે તેટલી સર્વાનુભવરસિકતા નથી ઊતરી; અને મહાકાવ્યો તથા ખંડકાવ્યાના આલેખનમાં
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy