SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને સંથકાર પુ. ૯ અજંપાની માધુરી' (‘સ્વપ્નસ્થ ભનુભાઈ વ્યાસ)-સ્કૂલ વસ્તુઓ અને પ્રસંગમાં હગત ભાવને વ્યક્ત કરવા લેખકની ઊર્મિ કવિતાનું ઘડતર કરે છે. એ ભાવના પ્રવાહમાં કવિનું માનવતાથી ભરપૂર હદય દુઃખ, નિઃશ્વાસ અજેપ, વિષાદ, નિરાશા અને તૃષાનાં ઘેરાં ચિંતાનોની તરંગમાળાની વચ્ચે તરતું રહે છે. એ તરંગમાળા જ કવિને મન માધુરી' છે. ભાવ મૂર્ત કરવામાં વાણીનું સામર્થ્ય કઈ વાર ઊણું લાગે છે. કેડી' (બાદરાયણ': ભાનુશંકર વ્યાસ)માં અપાયેલી સોએક કવિતાઓ લેખકની દસેક વર્ષના ગાળામાં લખાયેલી કવિતાઓ છે. તે કાળની પ્રારંભિક કૃતિઓ પર નરસિંહરાવ અને નાનાલાલની શૈલીની અસર છે અને પાછળની કૃતિઓમાં નૂતન કવિતાની અર્થઘનતા ઊતરી છે. મુખ્યત્વે તેમનાં સૉનેટમાં એ અસર દેખાઈ આવે છે. તેમણે કેટલાંક ગીતો પણ લખેલાં છે. ઊર્મિનું સંવેદન આલેખતાં તેમની વાણી વિશેષ ભાવપૂર્ણ બને છે, તેથી ઊલટું તેમની સર્વાનુભવરસિક કવિતા શિથિલ બને છે. કવિતામાં જીવનદષ્ટિ હમેશાં તરતી રહે છે. બારી બહાર' (પ્રહલાદ પારેખ): જીવનમાં જોવામાં આવતાં દા અને પ્રસંગેને, હદયે સંધરેલા ભાવો અને અનુભવેલી ઊર્મિઓને સરલ કવિતામાં ગાઈ લેવાની શૈલી એમની કવિતાને વરી છે. બંગાળી કવિતા અને મુખ્યત્વે કવિ ટાગોરની કવિતાના વાચને જગાડેલી મૂઈના કવિહૃદયને સારી પેઠે સ્પર્શે છે. પ્રકૃતિ, પ્રણય અને માનવહૃદયની સપાટીને કવિતા જેટલી સ્પર્શે છે તેટલી તેના ઊંડાણને સ્પર્શતી નથી. પ્રતીક્ષા” (રમણીક આરાલવાળા): એમની કવિતામાં હદયના સુકોમળ ભાવો વધારે સાહજિક સ્વરૂપે ઊતરે છે. શ્રમજીવીઓના જીવનના સંવેદને તેમની કવિતાઓમાં ઊતરીને તેમને માનવ પ્રતિની સહાયતા ગાતા ર્યા છે, તે જ રીતે કુટુંબપ્રેમની અને ખાસ કરીને માતૃપ્રેમની તેમની કવિતાઓ વધુ ભાવયુક્ત બની છે. પ્રકૃતિશોભા અને પ્રણયચેતના પણ તેમની કેટલીક કવિતાઓમાં વણાઈ છે. અર્થઘનતા તેમની કવિતાને ઈષ્ટ છે અને દુર્બોધતા અનિષ્ટ છે, એટલે અર્થવૈભવની સાથે તેમની કવિતામાં સરલતા હોય છે. “સંસ્કૃતિ' (‘પારાશર્ય: મુકુન્દરાય પટ્ટણી)માં લેખકે પિતાની છંદબદ્ધ ને ગીતરચનાઓ સંગ્રહી છે. કેટલાંક મુક્તકો પણ છે. કવિતા અર્થઘનતાને બદલે શબ્દાબરયુક્ત વધારે બની છે અને તેથી કાવ્યતત્ત્વ કે ઊર્મિસંભાર શિથિલ રહે છે. “સાંધ્યગીત” (કોલક: મગનલાલ લાલભાઈ દેસાઈ): છંદબદ્ધ અને
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy