SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ અપવાદ ૧” માં મુકાયેલ આ “ઝીણવટ” શબ્દને દૂર કરવો જોઈયે, જે જોડણીની દષ્ટિએ “ઝિણવટ) થઈ રહેશે. ૨૪મા નિયમમાં ક્રિયાપદે ઉપરથી આવેલા શિખામણ, ભુલામણી, ઉઠમણું વગેરે જેવી જ આની સ્થિતિ છે. ધમાં આપેલા “ધિત્વ અભિમાનિત્વ” વગેરે તત્સમ જ હોઈ તેના ઈને પ્રશ્ન આવશ્યક નથી જ. અપવાદ રજે વ્યવહાર પૂરતું જ મને લાગે છે. ખરી રીતે ઉપાંત્ય શ્રુતિ ઉપર ભાર ઉચ્ચારણમાં નથી; અપવાદ ૨જા જેવી જ એની સ્થિતિ છે. “મધુરું” અને “અધૂર” ના ઉચ્ચારણમાં જે ફેર હોય તો આમાં હોઈ શકે. [ચાર શ્રતિ અને તેથી વધુ તિવાળા શબ્દોમાં ઇ-ઉ] ૨૩. ચાર અથવા તેથી વધારે અક્ષરના શબ્દોમાં આદિ છે કે હસ્ય લખવાં. ઉદી મિજલસ, હિલચાલ, કિલકિલાટ, ખિસકોલી, ટિપણિ, ટિટિયારે, ટિચકારી. વિકલ્પ-ગુજરાત-ગૂજરાત નોંધ –આ જાતને શબ્દ સમાસ હોય તે સમાસના અંગભૂત શબ્દની જોડણી કાયમ રાખવી. ઉદા. ભૂલથાપ; બીજવર; હીણકમાઉ, પ્રાણીવિદ્યા, સ્વામીદ્રોહ, મીઠાબોલું, ધ –કુદાકુદ, બૂમાબૂમ, ભુલભુલામણી, એવા વિર્ભાવથી થતા શબ્દોમાં દ્વિર્ભાવ પામતા પદની જોડણી જ કાયમ રાખવી. * “ઈ-ઊ' ને લગતા નિયમમાં સ્વાભાવિકતાની નજીકનાં નજીક આવતો જે કોઈ નિયમ હોય તે આ છે. લાંબા શબ્દોમાં સ્વરિત કે અસ્વરિત ઈ–ઉ દીર્ઘ ઉચ્ચારી શકાતા નથી; અને એથી જ વ્યુત્પત્તિથી એક મતે આવતે “ગૂજરાત” શબ્દ વિકલ્પે સ્વીકારાય છે. મને લાગે છે કે ઉચ્ચારણની દૃષ્ટિએ અને એ શબ્દની ઐતિહાસિક દષ્ટિએ સંસ્કૃતેતર મૂળ ગુજાત” ઉપરથી “ગુજરાત” એવી વ્યુત્પત્તિ વધુ સ્વાભાવિક હોવાથી એ શબ્દ અત્યારે ઉચ્ચારણમાં છે તેવી જ રીતે ગુજરાત તરીકે જ માત્ર સ્વીકારાય એ વધુ વાજબી છે; એટલે “ગૂજરાત” એ વિકલ્પ છેડી દેવો જોઈએ.
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy