SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ તેથી હવે “વિશે એ એક જ રૂપ સ્વીકારી લેવું વાજબી છે. આ જ રીતે દુભાષિય” નહિ, પણ “દુભાશિ' સ્વીકાર્ય બને છે. [ સાનુનાસિક નિરનુનાસિક ઈ-] ૧૮. તદ્દભવ શબ્દોમાં અંત્ય ઈ તથા ઉ, સાનુસ્વાર કે નિરનુસ્વાર, એ અનુક્રમે દીધું અને હસ્વ લખવાં. ઉદા. ધી; છું; શું; તું; ધણ વીછી; અહીં દહીં; પિયુ; લાડુ; જુદું. નોંધ–સામાન્ય રીતે ગુજરાતીમાં ૨ અથવા રુ લખવાનો રિવાજ નથી; રૂ વિશેષ પ્રચલિત છે. પરંતુ જ્યાં નિયમ પ્રમાણે હૃસ્વ ર લખવાનું હોય ત્યાં છે અથવા રુ લખવું. ઉદા. છોકરું–છોકરું –બરું. અપવાદ-એકાક્ષરી શબ્દોમાં નિરનુસ્વાર ઊ દીર્ધ લખ. ઉદા , , ૧૯. અનંત્ય ઈ તથા ઊ પર આવતા અનુસ્વારને ઉચ્ચાર પિચો થતો હોય ત્યારે ઈ કે ઊ દીર્ઘ લખવાં. ઉદાઇડું; હીંડાડ; ગૂંચવાવ, સીંચણિયું, પીંછું; લૂંટ; પૂંછડું; વરસુંદ; મીંચામણું અપવાદ–કુવા, કુંભાર, કુંવર, કુંવરી, સુંવાળું. સાનુસ્વાર” કે “નિરનુસ્વાર એ સંજ્ઞાથી “સાનુનાસિક” અને નિરનુનાસિક” ઈ–ઉ સમઝવાના છે. સ્વ. નરસિંહરાવે પણ આ ભૂલ કર્યા પછી તેમને માલૂમ પડેલું કે અનુસ્વાર અને અનુસ્વારનો કોમળ ઉચ્ચાર એ જુદી વસ્તુ છે. અનુસ્વારને કહેવાતો કમળ ઉચ્ચાર તે અનુનાસિક, કે કોઈ “નાસિક્ય” કહે છે તે છે. અનુસ્વાર એ સ્વર પછી વધી પડતું ઉચ્ચારણ છે, જ્યારે માત્રામાં કોઈપણ વૃદ્ધિ ન કરતે નાકમાંથી બોલાતો હસ્વ કે દીર્ઘ સ્વર એ સાનુનાસિક છે. એટલે ૧૮-૧૯ એ બેઉ નિયમમાં અનુસ્વારથી સાનુનાસિક ઉચ્ચાર જ સમઝવાનો છે. અને તેની જ અહીં વાત છે.૧ ૧. ગુજરાતી શબ્દોના ઉચ્ચારણુમાં વધુમાં વધુ મૂંઝવનારે પ્રશ્ન હૃસ્વ કે દીધું “ઈ-8 ને છે. કયાં એ હસ્વ ઉચ્ચારાય છે અને કયાં એ દીર્ધ ઉચ્ચારાય છે એ પ્રચલિત ઉચ્ચારણે ઉપરથી સામાન્ય રીતે નક્કી કરવું વિકટ છે. ખાસ કરીને દીધું ક્યાં એ નક્કી કરવું તે ખૂબ જ મુશ્કેલ છે. અહીં ૧૮ મા નિયમમાં અંત્ય સાનુનાસિક “ઈ–ઉ” માં ઉચ્ચારણની દૃષ્ટિએ લેશ પણ ભેદ નથી; એટલું જ નહિ ઈ” કે “g' પિતે સાનુનાસિક હોય કે નિરનુનાસિક હોય, તેઓના ઉચ્ચાર
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy