SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ કંથ અને ગ્રંથકાર પુ. આ શબ્દોમાં પણ અંતે અકાર ઉમેરી જોડણું કરી શકાય છે અને તે જ પ્રમાણે આજે થાય છે. પરંતુ શબ્દના મધ્યમાં આવતા જોડાક્ષરોના વિષયમાં કેટલીક અગવડ છે તે વિશે સમઝૂતી જરૂરી બને છે. ઉપરના ૫ મા નિયમમાં એ વિશે કાંઈ પણ સૂચન નથી. આ વિષયમાં નીચેની ચોખવટ ઉપયોગી થઈ પડશે. અકબર, અખબાર અફલાતૂન, અબલક, અરજી, અશરફી, આમકારી, આબરૂ; આસમાન, ઈલકાબ, કસરત, કારકુન, કુદરત, ખુશબ, ખિદમત, ગિરદી, ચકમક, ચરબી, જાનવર, તકરાર, તદબીર, તસવીર, તેહમત, દરજી, દરદી, દિલગીર, પરહેજ, ફારસી, બાદશાહ, બિલકુલ, દૂરબીન, વર્ડ્ઝવર્થ, શેકસપીયર (જેવા અંગ્રેજી સમાસાંત શબ્દામાને પૂર્વ શબ્દ વ્યંજનાત હોય છે ત્યાં)–આ શબ્દોમાં કાળા છાપેલા અક્ષરે મૂળે અકાર વિનાના છે તેમાં “અ” ઉમેરી જોડણું કરવી પડે છે. અહીં સર્વત્ર અંત્ય વ્યંજનમાંનો આ ઉમેરી લેવામાં આવ્યો જ છે, જે વિશે ઉપર સૂચન આવી જાય છે; ઉપરાંત વધુ કાળા છાપેલા વ્યંજનમાં પણ અ” ઉમેરી જોડણું કરી લેવામાં આવી છે. અંગ્રેજી શબ્દોમાં અંત્ય જે ઈ” કે “ઉ” હોય છે તો તે ગુજરાતીમાં દીર્ધ જ લખાય છે; યુનિવર્સિટી, સોસાયટી, ફિલોસોફી વગેરે. અંગ્રેજી ચોકકસ ઉચ્ચારણને કારણે શબ્દ વચ્ચેના ઈ-૬ માં જોડાક્ષર પૂર્વે ઈહસ્વ જ હોય છે. એ વસ્તુ ખ્યાલમાં રાખી ing ઈગ અંતે હોય છે તે શબ્દમાં ‘ઈ’ હસ્વ છે. વિઝિટ, મિનિટ, તેમ જ વિજ્ઞાનના સંખ્યાબંધ શબ્દ વ્યંજનાત છે તેની પૂર્વેને આ ‘ઈ’ અસ્વરિત હોય તો હવ જ સ્વાભાવિક છે. અહીં કેરેસિન, મેડિસિન, વિટામિન વગેરે સંખ્યાબંધ શબ્દો લક્ષ્ય કરવા જ્યારે સ્વરિત “ઈવાળા કિવનીન, બેબીન, કોરેન્ટીના વગેરે જાણવા. તત્સમ શબ્દોમાં અનુસ્વારનું ઉચ્ચારણી ૭. અનુસ્વારના ભિન્ન ભિન્ન ઉચ્ચારે દર્શાવવા, ચિહને વાપરવાં નહિ. નેધ–શક્ય હોય ત્યાં અનુસ્વારના વિકલ્પમાં અનુનાસિકે વાપરી શકાય. ઉદાઅંત, અન્ત; દડ, દડ, સાંત, સાન્તા બૅક, બૅન્ક, આ નિયમથી તદ્દભવ શબ્દોના વિષયમાં તે ચોખવટ આપમેળે જ થઈ જાય છે કે માત્ર બિંદુથી જ આ ઉચ્ચારણ બતાવવાં. અનુસ્વારના
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy