SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ વર્ષનું સાહિત્ય-કવિતા માં દેખા દે છે, પરંતુ તે શૈલીની પૂરી ગુણવત્તા તેમાં ઊતરશે કે કેમ એ પ્રશ્ન છે. એ શૈલીની કવિતાને એક ભાગ દલપત શૈલીમાં અને બીજે ભાગ નવી પેઢીની અર્થધન કવિતામાં સમાઈ જશે એમ લાગે છે. ડોલનશિલી કવિ નાનાલાલની કૃતિઓમાં જ પરિબદ્ધ રહી છે. અર્થઘન કવિતાને વિસ્તાર વધી રહ્યો છે. અર્થઘનતાને નામે કિલષ્ટતા અને દુર્બોધતા જેવાં ભય સ્થાનો સાથે આથડી ન પડાય, “અગેય વૃત્તો’ પ્રતિના પક્ષપાતને કારણે ગેયતાથી કેવળ વિમુખતામાં જ સરી ન જવાય, પ્રવાહિતાને નામે છેલયની અવગણના ન થાય, એવી ચોકીદારી પિતાને પ્રભાવ દાખવી રહી છે, અને તેથી કવિતાના બધા બાહ્યાંતર ગુણોને પોતામાં સમાવી લેવાની તેની અભિલાષા રૂટ થઈ રહી છે. છતાં સરલતા, ગેયતા, લાલિત્ય અને ભાવથી નીતરતી કવિતાઓ વધુ અંશે લોકપ્રિય બને છે એ વસ્તુસ્થિતિ છે. પ્રસિદ્ધ થયેલા કવિતાગ્રંથની સંખ્યા ઉપરથી જ જે કવિતા માટેના જનતાના રસનું પ્રમાણ કાઢવું હોય તો કહી શકાય કે નવી પેઢીની કવિતા હજી પાછળ છે, પરંતુ તે પ્રગતિમાન તે જરૂર છે. દલપતશૈલીની અને નવી પેઢીની કવિતાની સંમિશ્ર ગુણવત્તામાંથી જન્મેલી કવિતા જ કદાચ નવતર પેઢીની લોકપ્રિય કવિતા બનશે એમ લાગે છે. પાંચ વર્ષમાં પ્રસિદ્ધ થયેલા પ્રત્યેક કવિતાસંગ્રહમાંની બધી કવિતાઓ ઉપર કોઈ એક જ શૈલીની છાપ મારવાનું શક્ય નથી. પિતાની પહેલાંની પેઢીઓના કવિતાપ્રયોગોની સરસતા-નીરસતા પારખીને નવા કવિઓ કવિતારચના કરી રહ્યા છે અને જૂના કવિઓ નવીનતાને અપનાવી રહ્યા છે. દલપત શૈલીની સરલતાને તેઓ વાંછે છે, પરંતુ તેની શબ્દાળુતાને વર્જવા માગે છે. અર્થઘનતા તેમને ઇષ્ટ છે, પરંતુ કિલષ્ટતા કે દુર્બોધતા નહિ. પદ્યરચનાના નવા પ્રયોગો તેઓ કરે છે, પરંતુ છંદોલય અને પ્રવાહિતા ખંડિત ન થાય તો સારું એવી તેમની મનોભાવના રહ્યા કરે છે. રસનિષ્ઠા, પ્રસાદપૂર્ણતા અને વાસ્તવિક ભાવનિરૂપણ, એ કવિતા માટે ઉપાદેય તત્તવો છે તેની સમજદારી સાથે તેઓ પિતાના કવિતાસર્જનમાં આગળ વધે છે, જોકે તેમની બધી કવિતાઓ એ સર્વ ગુણેથી ઉપેત નથી પણ હતી. છેલ્લાં પાંચ વર્ષમાં બધી શિલીની કવિતાઓના નવા લેખકો અને કેટલાક જૂના લેખકો પણ, કોઈ નૂન તો કોઈ અધિક અંશે, આ દષ્ટિ ધરાવવા લાગ્યા છે. કવિતાના વિષયમાં પણ બધી પેઢીઓનું પ્રતિનિધિત્વ ઊતરેલું જોવામાં આવે છે. ભક્તિ, ઉપદેશ, તત્ત્વદર્શન, સૃષ્ટિૌદર્ય, પ્રેમ, વીરતા, કટાક્ષ, રાષ્ટ્રીયત્વ, સામ્યવાદ અને વિરાથી માંડીને ક્ષુદ્ર વસ્તુઓ સુધીના પદાર્થોને તથા
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy