SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ વર્ષનું સાહિત્ય-વિજ્ઞાન ૧૧૩ આવી છે. લીંબુ અને તેની જાતનાં ફળોને ઉદ્યોગ (મગનલાલ ગાજર)ઃ એ એવાં ફળોની ખેતી ઉપરાંત તેના રસ વગેરેની જાળવણી કરીને તેને ઉદ્યોગ ચલાવવા માટેની ઉપયોગી સૂચનાઓનું પુસ્તક છે. “શાકભાજીની વાડી' (સોમાભાઈ કી. પટેલ)માં શાકભાજીની ખેતી, સાચવણી, વેચાણ વગેરેની માહિતી ઉપાંત જુદાંજુદાં શાકભાજીનાં આરોગ્યદર્શક મૂલ્ય બતાવ્યાં છે. ગુલાબ” (નરીમાન ગાળવાળા)માં એ પુખને રસિક ઇતિહાસ આપવામાં આવ્યો છે. લાઈવુડ (રવિશંકર પંડ્યા): એ લાઇવુડની બનાવટ અને તેના જુદાજુદા પ્રકાર વિશેની માહિતી સામાન્ય માણસો તેમજ ધંધાદારીઓ માટે આપવામાં આવી છે. “ખાદી વિદ્યાપ્રવેશિકા' (નવજીવન કાર્યાલય)ઃ પીંજણ–કાંતણથી માંડીને ખાદીની ઉત્પત્તિ સુધીનું શિક્ષણ આ પુસ્તકમાં આપેલું છે. કાનમાર-વણનારની મુશ્કેલીઓનો ઉકેલ, ખાદીગણિત તથા કાંતણ–પીંજણના યંત્રવિજ્ઞાન ઇત્યાદિને પણ તેમાં સમાવેશ કરેલ છે. “હુન્નર ઉદ્યોગ અને વ્યાપાર' (ડુંગરશી ધરમશી સંપટ તથા ગટુલાલ સી. ચેકસી): હિંદના જૂના ગૃહઉદ્યોગોની વર્તમાન સ્થિતિ અને નવા-જૂના ગૃહઉદ્યોગ વિકસાવવાની પ્રેરણા આપનારા વિજ્ઞાન વિષયક લેખોનો સંગ્રહ આ પુસ્તકના પહેલા ભાગમાં છે; બીજા ભાગમાં જુદીજુદી વસ્તુઓની બનાવટો તથા તે વસ્તુઓને વેપાર ખીલવવાની કળાઓ દર્શાવી છે. - “રાષ્ટ્રીય ઉદ્યોગો' (મૃદુલ): આજની રાષ્ટ્રીય બેકારીનો પ્રશ્ન છેડીને આ ના પુસ્તકમાં લેખકે સ્વદેશીની સાધનાના એક કાર્યક્રમ તરીકે કેટલાક રાષ્ટ્રીય ઉદ્યોગ કેમ હાથ ધરી શકાય તેની વિગતો આપી છે. વસ્તુતઃ મોટા કે વિશાળ , ઉદ્યોગને બદલે નાનીમેટા હુનર શીખવનાર એ પુસ્તક છે અને લેખકની . દષ્ટિ પ્રામાણિક ઉત્પાદનની, સ્વદેશીની અને વેપારમાં નીતિમયતાની છે. નફાકારક હુનર’ (મૂળજી કાનજી ચાવડા) : આ પુસ્તકના છેલા ૨-૩ ભાગોમાં કેટલાક હુન્નરોની વિગતવાર માહિતી આપી છે જે હુન્નરો આડધંધા તરીકે ઉપયોગી થઈ શકે. પુસ્તકની વિશિષ્ટતા એ છે કે તેમાંના હુન્નર તથા નુખાઓ તે તે હુન્નરના નિષ્ણાત અને અનુભવીઓને હાથે લખા વને આપવામાં આવ્યા છે. - પ્રકીર્ણ ૫ આ વિભાગમાં વિજ્ઞાનની પ્રકીર્ણ શાખાઓ જેવી કે મને વિજ્ઞાન, જીવવિજ્ઞાન, માનવશાસ્ત્ર, છત્યાદિને લગતાં પુસ્તક લીધાં છે.
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy