SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ વર્ષનું સાહિત્ય - વિજ્ઞાન ૧૧૧ પણ વિદ્વાના, ડૉકટરા, વૈદ્યો તથા અભ્યાસીએ માટે ધર્મ, અર્થ અને કામશાસ્ત્રના અભ્યાસનું ખાનગી પુસ્તક છે' એમ પ્રકાશક કહે છે! અધિકારીઅધિકારી સૌ તેને કુતૂહલપૂર્વક વાંચે અને વિપથગામી બને એવા સંભવ આવાં પ્રાચીન શાસ્ત્રીય પુસ્તકાથી વિશેષ ઉત્પન્ન થાય છે. અધિકારી અભ્યાસીએ માટે તા એ ગ્રંથ મૂળ સંસ્કૃતમાં જ રહ્યા કરે તે વધારે ઠીક છે. ‘પ્રેમાપચાર અને આસના' (જયંતીલાલ દોશી) : જાતીય વિજ્ઞાનનું એક સ્થૂળ પ્રકરણ આ પુસ્તકમાં ચર્ચવામાં આવ્યું છે અને એ વિષય પરના અનેક ગ્રંથામાંથી તારવણી કરીને તે તૈયાર કરવામાં આવેલું છે. લેખનમાં યેાગ્ય મર્યાદા બળવી છે. લગ્નપૂર્વે અને પછી ઉપયાગી નીવડે એવાં તત્ત્વ તેમાં રહેલાં છે. ‘પરણ્યા પહેલાં’ (વૈદ્ય મેાહનલાલ ધામી) : એ પુસ્તક કુમારો માટે હિતકારક માહિતી આપે છે અને શ્રી. હરભાઇ ત્રિવેદીએ તેને કુમારેા માટેના ઉપયોગી વાચન તરીકે પ્રમાણપત્ર આપ્યું છે. ત્રાની શૈલીએ તે લખાયું છે. પત્રોની શૈલીએ લખાયેલું બીજું પુસ્તક ‘નવદંપતીને’(વૈદ્ય જાદવજી નરભેરામ) છે, જેમાંના બે ખંડમાં,લગ્નપૂર્વેની તૈયારી માટે કન્યાને તેના ભાઈ અને વહે તેની ભાભી ચાગ્ય ભાષામાં કેટલીક માહિતી, સૂચન અને શિખામણ આપે છે. ‘લગ્નપ્રપંચ' (નરસિંહભાઇ ઇ. પટેલ) : ‘પુરુષે પેાતાની કામલેાલુપતાને તૃપ્ત કરવા માટે લગ્નને નામે સ્ત્રી પ્રત્યે કેવા પ્રપંચ રચ્યા છે, પરિણામે લગ્નની સુંદર ભાવનાના કેવી રીતે ભાગીને ભુક્કા કરી નાંખ્યા છે અને તેથી સ્ત્રીને પોતાના ને સમસ્ત સમાજના કેવા ભયંકર વિનિપાત કરી મૂકયા છે' તેની ચર્ચા આ પુસ્તકમાં કરીને લગ્નસંસ્થાના પ્રારંભકાળથી માંડીને આજે દેશમાં તથા પરદેશમાં તેની થયેલી સ્થિતિ સુધીને તિહાસ આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે અને લગ્નના આખા પ્રશ્નની ચર્ચો જુદાજુદા ષ્ટિકાથી કરી છે. ‘જાતીય રાગેા’ (‘સત્યકામ')માં જાતીય કુટેવાની માહિતી અને તે અટકાવવાના માર્ગી પ્રશ્નોત્તરરૂપે આપવામાં આવ્યા છે. તેમાંની સમજ ઘણે અંશે જાતીય અજ્ઞાનનું નિવારણ કરી શકે તેવી છે. કુટેવને વંરાવેલે કૅવા વિનાશક નીવડે તેને ખ્યાલ તેમાં આપેલા પત્રોદ્વારા મળે છે. કુટેવથી છૂટવાના નૈસર્ગિક ઉપચારા પણ દર્શાવ્યા છે. ભ્રષ્ટાચારનાં વર્ણન આપવાની શૈલી ઇષ્ટ જણાતી નથી. છે.
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy