________________
પાંચ વર્ષનું સાહિત્ય - વિજ્ઞાન
૧૦૭
કૃતિ તથા છાયાચિત્રા સાથે આ ગ્રંથ તૈયાર કર્યાં છે. મૂળ શ્લોકા, તેને અનુવાદ, પારિભાષિક કેશ વગેરેમાં પૂરતી શુદ્ધિ જાળવી છે.
‘ગૃહવિધાન’ (ધારેંદ્રરાય મહેતા) : આ ગ્રંથના કતાં પણ એક જાણીતા સ્થતિ છે અને મકાનોના રેખાંકનથી માંડીને તે બાંધવા સુધીનાં બધાં કાયેોંમાં નિષ્ણાત છે. તેમનું આ પુસ્તક લોકોને આરાગ્ય તથા ઉ૫યેાગિતાની દૃષ્ટિએ ગૃહવિધાનને-ઘર બાંધવાના સરસ ખ્યાલ આપનારું છે. ગૃહવિધાનની વિચારણામાં આપણી સંસ્કૃતિ, આચારવિચાર ત્યાદિનો જરૂરી ખ્યાલ રાખવામાં આવ્યા છે.
‘લઘુલિપિ’ (હરિકૃષ્ણ વ્યાસ) : ‘ગુજરાતી શૅર્ટ હેન્ડ’નાં સંશાધોમાં અનુભવને આધારે વધુ વહેવારુ બનેલી આ લિપિ છે, અને તે પાછળ યાજકે ખૂબ પરિશ્રમ લાધેા છે એમ જણાઇ આવે છે.
‘પતંગપુરાણુ અથવા કનકવાની કથની' (પ્રા. હીરાલાલ કાપડિયા): પતંગ ઉડાડવાની કલાના ઇતિહાસ અને પુતંગ બનાવવા, ઉડાડવાની રીતેા, તેના લાભાલાભ,—વગેરે વિશેની પુષ્કળ માહિતી આ પુસ્તકમાં સંશેાધનદ્વારા સંગ્રહેલી છે. પતંગની લૌકિક પરિભાષા પણ આપી છે.
આરાગ્યવિજ્ઞાન
આરાગ્યવિજ્ઞાનનું આપણું સાહિત્ય વધ્યું છે અને વધતું નય છે. પહેલાં એ સાહિત્ય વૈદ્યકશાસ્ત્રના અને તેના ઉપચારના ગ્રંથામાં જ સમાઇ જતું હતું, તેને બદલે હવે નૈસાગક આરોગ્યપ્રાપ્તિ માટેના ઉપચારાનાં નાનાંમેટાં પુસ્તકો તર ભાષાઓના સાહિત્યમાંથી ઊતરી રહ્યાં છે અને તેના અનુભવા પણ મૌલિક પુસ્તકામાં સંગ્રહાવા લાગ્યા છે. તે ઉપરાંત ખારાક, ખારાકીના પદાર્થી, કપડાં, વ્યાયામ, સાર્વજનિક આરાગ્ય ત્યાદિ વિશે વિચારણા અને જનતાની દોરવણી કરનારાં પુસ્તકો વધવા લાગ્યાં છે તેમ જ તેને વિચાર તથા પ્રચાર પણ ડીક થવા લાગ્યા છે.
‘માનવ દેહ મંદિર’ (દેસાઇભાઇ પટેલ) : શરીરરચનાની શાસ્ત્રીય માહિતી આપનારું આ પુસ્તક સરલ અને રસિક શૈલીએ લખાયેલું છે. અભ્યાસીએ અને સામાન્ય વાચકા માટે દેહરચનાનાં પ્રાથમિક તત્ત્વાનું જ્ઞાન તે પૂરું પાડે છે. ‘શરીરરચનાનું રહસ્ય' (ધનવંત એઝા)માં શરીરનાં અંગાની ક્રિયાએ અને પાષણ તથા આરાગ્ય સાથેના તેમને સંબંધ સરલતાથી સમાય તેવી શૈલીએ આપ્યાં છે. એ વિષયના અંગ્રેજી ગ્રંથાને આધારે પુસ્તક લખાયું છે અને શારીવિજ્ઞાનની પ્રાથમિક માહિતી તે સારી રીતે પૂરી પાડે છે.