SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ આગ્રહને નિભાવી શકતા નહેતા. તેને નાના કદના આ ખિસ્સાકાશ મદદગાર અને તેવા છે. થાડા વખતમાં તેની બે આવૃત્તિઓ થઈ છે. રાષ્ટ્રભાષાને ગુજરાતી કૈાશ’ (મગનભાઇ દેસાઇ)ઃ રાષ્ટ્રભાષાનો પ્રચાર ગુજરાતમાં વધતા જાય છે તે વખતે આ કાશ વેળાસર બહાર પડયો છે. હિંદુસ્તાનીમાં આવતા ફારસી-અરબી શબ્દોના પર્યાયવાચક શબ્દો અર્થની સમજમાં સરલતા આણે છે. ‘દાર્શનિક કાશ-ભાગ-૧-૨' (સ્વ. ઇંોટાલાલ ન. ભટ્ટ): દર્શનશાસ્ત્રના અધ્યયનમાં ઉપયાગી અને તેવા મુખ્ય પારિભાષિક શબ્દોની સમજૂતી તેમાં આપી છે. ગ્રંથ હજી અધૂરા છે. બ્રહ્મવિદ્યાના પારિભાષિક કાશ' (ભૂપતરાય મહેતા) : થિયેાસાકીના અંગ્રેજી ગ્રંથામાં યાન્નતી પરિભાષાના શબ્દોના ગુજરાતી પર્યાયવાચક શબ્દો તેમાં આપેલા છે. ‘ગુજરાતી હાથપ્રતાની સંકલિત યાદી' (કેશવરામ શાસ્ત્રી) : પ્રાચીન હસ્તલિખિત ગ્રંથાના નવ ભંડારામાંનાં પુસ્તકાની આ સંકલિત યાદી સાહિત્ય, ઇતિહાસ તથા પુરાતત્ત્વના સંશોધકે અને અભ્યાસીઓને તેમના કાર્યમાં સરળતા કરી આપે તેવી છે. વ્યાકરણાદિના ગ્રંથા ‘ભાષાવિજ્ઞાન પ્રવેશિકા’(બચુભાઈ શુકલ)માં ઉચ્ચાર, ભાષા, વ્યાકરણ, શબ્દ અને લેખનિવજ્ઞાનની શાઔય બાજૂની વિચારણા દષ્ટાંત સાથે કરવામાં આવી છે. ‘ભારતીય ભાષાઓની સમીક્ષા’ (કેશવરામ શાસ્ત્રો) : ‘લિંગ્વિસ્ટિક સર્વે આફ ઇંડિયામાં ગ્રિયર્સને ગુજરાતી ભાષાની જે માહિતી આપી છે તેને આ અનુવાદ છે. અનુવાદક ભાષાશાસ્ત્રના ↑ડા અભ્યાસી છે એટલે તેમણે સ્થળે સ્થળે પાતા તરફથી ટીકા, વિવેચના અને સુધારા ઉમેરીને જૂની ભાષાના અભ્યાસીઓને માટે એક ઉપયાગી પુસ્તક તૈયાર કરી આપ્યું છે. ‘હિંદુસ્તાની પ્રવેશિકા’ (પરમેષ્ઠીદાસ જૈન અને વલ્લભદાસ અક્કડ): એ ગુજરાતી દ્વારા હિંદુસ્તાની ભાષાનું વ્યાકરણ અને શુદ્ધ લેખન શીખવા માટેનું પ્રારંભિક પુસ્તક છે. ‘હિંદુસ્તાની પ્રારંભ’ (સંતાકલાલ ભટ્ટ) એ હિંદુસ્તાનીના અભ્યાસ માટે વ્યાકરણના નિયમાની સમજૂતી તથા નાના કેશ સાથેનું પુસ્તક છે. ‘એક માસનેં હિંદી' (હરિકૃષ્ણ વ્યાસ)માં શિક્ષકની નહિ પણ નિર્દેશકની ભૂમિકા સ્વીકારીને તથા શિક્ષણાર્થીને વિચાર તથા તર્કશક્તિો માટે પૂરતા અવકાશ આર્મીને લેખકે એક માસમાં હિંદી ભાષા
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy