SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ - ગ્રંથ અને ગ્રંથકાર પુ. છે, એટલે લેખકના ગમા-અણગમાની રેખાઓ પણ એ વર્ણ-ચિંતનમાં આલેખાતી રહે છે. પ્રવાસના અનુભવોનું તત્ત્વ તેમાં વિશેષ છે, પરંતુ એ અનુભવો એક ચુનંદા નિરીક્ષકના છે. દક્ષિણાયન” (ત્રિભુવનદાસ લુહાર : સુંદરમ ) 'શિલ્પ-સ્થાપત્યના તથા જનનારાયણના સાંદર્યભક્ત તથા ભાવભક્ત' તરીકે લેખકે દક્ષિણ હિંદન -ગના ધંધથી વિજયનગરમ સુધી પ્રવાસ કરેલો તેનો આ રસભર્યો વર્ણનગ્રંથ છે. પ્રવાસીની સાથેસાથે લેખકના હગત ભાવે, ઉચ્ચ સંસ્કાર અને સિાંદર્યદૃષ્ટિનો પ્રવાહ પણ રેલાતો રહે છે “ભારતને ભોમિયો” (હર્ષદરાય શુકલ) : હિંદના પ્રવાસીને જરૂરી થઈ પડે તેવી માહિતી, ચિત્રો તથા નકશાઓ સાથેનું આ પુસ્તક છે. તેની વિશેષતા તેનાં રમભર્યાં વર્ણનમાં રહેલી છે. ઇતિહાસ અને પ્રવાસ બેઉના રસિકને તે સંતોષી શકે તેમ છે. ભારતદર્શન” (સારાભાઈ ભોગીલાલ ચોકસી) લેખકે આબુથી કાશ્મીર, સરહદપ્રાંત, પંજાબ, યુપ્રાંત, બંગાળ વગેરે પ્રાંતોમાં કરેલા પ્રવાસનું વર્ણન તેમાં આપેલું છે. પ્રવાસનાં સ્થાનોનાં સંદર્ય, વિશિષ્ટતા કે ઇતિહાસમાં ઊંડા ઊતરવા કરતાં લેખક પ્રસંગોપાત્ત સંસાર, ધર્મ, રાજકારણ અને બીજી બાબતોની ચર્ચામાં વધુ ઊતરે છે, તેથી વર્ણનને થોડું વૈવિધ્ય મળે છે પરંતુ તે બંધબેસતું થતું નથી અને ચર્ચામાં પૂરતું ઊંડાણ નથી. ગિરિરાજ આબુ' (શંકરલાલ પરીખ): પ્રવાસીઓને ઉપયોગી થઈ પડે તેવી આ આબુ માટેની ભોમિયાપથી છે. તેમાં સારી પેઠે માહિતી અને ઇતિહાસ પણ આપેલ છે. કાઠિયાવાથી કન્યાકુમારી' (દરબાર સુરગવાળા): વષિા દરબારે કાઠિયાવાડથી દક્ષિણમાં ૬૦૦૦ માઈલના મોટર વડે પ્રવાસ કરેલો તેના સામાન્ય અનુભવ ને માહિતી એમાં આપેલાં છે. “ઉદયપુર ઃ મેવાડ' (નટવરલાલ બુચ) : એ એક નાનું સરખા પ્રવાસનું અને દર્શનીય સ્થાનની માહિતીનું રસિક અને રમૂજી વર્ણન છે. “વડનગર' (કનૈયાલાલ ભા. દવે), ભર્ચ (કાજી સૈયદ નરુદ્દીન હુસેન) અને “આબુ અને આરાસુર (મણિલાલ ન. દ્વિવેદી) એ ત્રણે પુસ્તકે ત્રણે જાણતાં સ્થાન પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ તથા ભૌગોલિક રચનાની સંક્ષેપમાં માહિતી પૂરી પાડે છે. ઈશ્વરની શોધમાં' (સ્વામી રામદાસ): એસ. આર. રેવના કન્ડનગઢ
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy