SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ચ અને ગ્રંથકાર પુ. ૯ સુધીના રશિયાનું વિહંગાવલોકન કરીને નીપજેલી ક્રાન્તિ સુધીના ઇતિહાસ આપવામાં આવ્યે છે. ‘તું રસ ભાગ ૧-૨-૩' (ચંદ્રભાઈ ભટ્ટ)માં રશિયન ક્રાન્તિની રોમાંચક વીરગાથા કથારસપૂર્ણ શૈલીથા લખાઇ છે. ‘સેવિએટ સમાજ' (નીરૂ દેસાઇ)માં રશિયાએ આદરેલા સમાજવાદના પ્રયાગને ખ્યાલ આપવામાં આવ્યા છે. ‘આઝાદીનું લાલ લશ્કર' (જસવંત સુરિયા)માં સેાવિયેટની રાજ્ય કરવાની રીત, તેના આદર્શો અને તેના લાલ લશ્કરની રચનાને ખ્યાલ આપ્યો છે. ‘સ્વતંત્ર જર્મની' (ઉછરંગરાય ઓઝા)માં જર્મનીએ પેાતાની પ્રા માટે મેળવેલા સ્વાતંત્ર્યના ઇતિહાસ આપેલા છે. ‘નાઝીરાજ’ (ચંદ્રભાઈ ભટ્ટ)માં ત્યારપછી સ્થપાયેલા નાઝી રાજ્ય, તેના સૂત્રધારા, તેનાં રાહરસમેા, ઉદ્દેશ વગેરેનું ચિત્રમય આલેખન ઉમ્ર વાણીમાં કરેલું છે. ‘પ્રગતિશીલ જાપાન’ત્રિભુવનદાસ પટેલ)માં લેખકે જાપાનનું ઉત્થાન તથા તેની પ્રગતિના પ્રેરક ઇતિહાસ આપ્યા છે. ‘મુસ્લીમ સમયનું સ્પેન’(ઈમામુદ્દીન દરગાહવાળા) : ઉર્દૂ ઉપરથી અનુવાદિત થયેલા આ પુસ્તકમાં સ્પેનના અરબ વિજેતાએએ સ્પેનને સાહિત્ય, કલા, સંગીત, શિલ્પ, રાજશાસન ઇત્યાદિ શીખવીને સંસ્કારેલું, તેને વૃત્તાંત છે. ‘સ્પેન ઃ જગતક્રાન્તિની વાળા’ (ઈસ્માઈલ હીરાણી) : સ્પેનના આંતરવિગ્રહરૂપે સ્પેન ઉપર થયેલું ફાસિઝમનું આક્રમણ્ એ જગતની પહેલી વાળા હતી એમ દર્શાવતું આ વર્તમાનકાલીન ઇતિહાસનું પુસ્તક યુરાખના જુદાજુદા વાદો તથા તે વચ્ચેના ઘર્ષણને સારી પેઠે ખ્યાલ આપે છે. વર્તમાન યુદ્ધની પૂર્વછાયા તેમાં જોવા મળે છે. ‘ચીનના અવાજ’(ચંદ્રશંકર શુકલ) : ‘ૉન ચાયનામૅન' એ નામથી લેાવેઝ ડિકિન્સને ચીનને ઇંગ્લાંડ તરફથી થતા અન્યાયના પત્રો લખેલા તેને આ અનુવાદ છે. ચીની પ્રશ્ન, તેની સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય ઉપર સમભાવ જાગે એ રીતે પુસ્તક લખાયું છે. ‘તવારીખની તેજછાયા’ (વેણીલાલ બુચ) : પં. જવાહરલાલે માનવહતની સાંસ્કૃતિક પ્રગતિની ઇતિહાસરેખા દોરીને પાતાની પુત્રીને પત્ર લખેલા તેને આ અનુવાદ છે. તેમાં દેશદેશના ઇતિહામના પરિચય આપવામાં આવ્યા છે. સમયાનુક્રમ પ્રમાણે દુનિયાના દેશને નજરમાં રાખીને એ તિહાસકથા આલેખવામાં આવી છે.
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy