SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ વર્ષનું સાહિત્ય-ધર્મ અને તત્વજ્ઞાન મનુસ્મૃતિ આદિ ધર્મગ્રંથેના જ્ઞાનનું અભ્યાસ પૂર્વક કરેલું દેહને સુવાચ્ય શિલીએ અર્થબોધક સરલ ભાષામાં ગૂંથવામાં આવ્યું છે. વેદધર્મ વ્યાખ્યાનમાળા' (પ. પુરષોત્તમ ભટ્ટાચાર્ય)માં વેત આર્યધર્મનું પ્રતિષ્ઠાન કરવા માટે આપવામાં આવેલાં ઉપદેશાત્મક વ્યાખ્યાનોનો સંગ્રહ કરેલો છે. શુદ્ધાદ્વૈત સિદ્ધાન પ્રદીપ” (સ્વ. મગનલાલ ગણપતરામ શાસ્ત્રી): લેખક શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના સારા અભ્યાસી હતા. આ ગ્રંથમાં શુદ્ધાદ્વૈત સિદ્ધાન્તનું નિરૂપણ અને પ્રતિપાદન ઇતર મતોની દેપગ્રતતાના દર્શનપૂર્વક કરવામાં આવ્યું છે. આ નવી આવૃત્તિમાં ટિપ્પણી ઉમેરીને નવેસરથી સંશોધન કરવામાં આવ્યું છે. “શ્રી પુષ્ટિમાર્ગીય કીર્તન પ્રકાર (કેશવરામ કા. શાસ્ત્રી)માં કીર્તનભક્તિનું મહત્ત્વ અને જીવનમાં કીર્તનસંગીતનું સ્થાન એ બેઉનો સમન્વય કરવામાં આવ્યો છે. રવરૂપદર્શન' (દલપતરામ જગન્નાથ મહેતા)માં આત્મા, પરમાત્મા અને જગતની માયારૂપાત્મક્તાનો પરિચય ગુરુશિષ્યસંવાદરૂપે કરી ગીતાના આધારે બોધતત્વનું સમર્થન કર્યું છે. સંસારને મિથ્યા માનીને તેના ત્યાગમાં સનાતન સુખ દર્શાવ્યું છે.. ભક્તિ તત્ત્વ' (સ્વામી જયાનંદ તથા જયંતીલાલ ઓઝા) : એ શ્રી રામકૃષ્ણ પરમહંસના ઉપદેશોના પરિશીલનને પરિણામે ઉભેલું ભક્તિસંબંધી ચિંતનોનું વિવેચન છે. ‘કૃણબસી' (પ્રાણશંકર જોશી) સાધુ વાસવાણીને અંગ્રેજી પુસ્તક ઉપરથી લખાયું છે. તેમાં નવયુગની દૃષ્ટિએ ગીતાનું રહસ્ય સમજાવ્યું છે અને રાષ્ટ્રચિંતન તથા ધર્મચિંતનનો સમન્વય કરવામાં આવ્યો છે. પ્રશ્નોપનિષદ' (મણિલાલ છબારામ ભાદ) સદાશિવ શાસ્ત્રી ભીડેના મરાઠી પુસ્તકનો અનુવાદ છે. કલ્પનાસૃષ્ટિ અને બ્રહ્મકપના,' “અલૌકિક અમૃત,” તથા “પરા અને અપરા' (મૂળજી રણછોડ વેદ) : એકાંતના તે વિષયોની સમજૂતી આપનારી પુસ્તિકાઓ છે. - યતીન્દ્ર મતદીપિકા' અને “તત્વત્રય” (માધવલાલ દલસુખરામ કોઠારી) એ રામાનુજ સંપ્રદાયનાં બે મહત્ત્વનાં પુસ્તકો છે. પહેલું પુસ્તક પં. શ્રીનિવાસદાસે લખેલું રામાનુજાચાર્યના સિદ્ધાન્તનું પ્રતિપાદન અને તેના પરની પં. વાસુદેવની ટીકાના ગુજરાતી અનુવાદનું છે. સ્વામિનારાયણ સંપ્રદાયને
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy