SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ડૉ. હરિલાલ હર્ષદરાય ધ્રુવ આ પરોપકારી સ્વદેશભક્ત સાક્ષર શિરોમણિ હૈ. હરિલાલને જન્મ વિ. સં. ૧૯૧૨, વૈશાખ સુદિ ૬, ઈ. સ. ૧૮૫૬, મે તા. ૧૦ ને રવિવારે દહેગામ પરગણામાં બહિયેલ ગામમાં થયું હતું. હેમના પિતાનું નામ હર્ષદરાય હતું. તેઓ દસ્ક્રોઈને મામલતદાર હતા. તેમની માતાનું નામ રેવાબાઈ હતું. માતાપિતા ઉભય શાન્ત સ્વભાવના અને ધર્મનિષ્ઠ હતાં. - તેઓ જ્ઞાતિયે સાઠેદરા નાગર ગૃહસ્થ હતા. તેમનું ગોત્ર ભારદ્વાજ અને અંગિરા, બાર્હસ્પત્ય, અને ભારદ્વાજ ત્રિપ્રવર હતાં. શાખા શાખાની હતી. ઉપાધિ ધ્રુવ હતી. - ઈ. સ. ૧૮૬૧માં તેમણે ગુજરાતી અભ્યાસ આરમ્ભાયો હતો, અને ઈ. સ. ૧૮૬૪માં ઈગ્રેજી શીખવા માંડયું હતું. - ઈ. સ. ૧૮૬૫માં તેમને ઉપનયન સંસ્કાર થયો અને ઈ. સ. ૧૮૬૭માં મણિલક્ષ્મી નાખ્રી કન્યા સાથે લગ્નની વિધિ આચાર થયે હતે. બાલ્યકાલથી જ સભા સ્થાપવાને અને ભાષણ કરવાનો શોખ હતે. મેટ્રિક કલાસમાં તે દિવાન બહાદુર અંબાલાલ સાકરલાલના હાથ નીચે હતા. તેઓ સાહેબ કહે છે-“તે બહુ ચાલાક, અને બહુ મહેનતુ હતા, સંસ્કૃતમાં ઘણું હુંશિયાર હતા, અને કોઈ દિવસ વાંક કે ઠપકાને પાત્ર થયા ન હતા. સ્વભાવે પણ બહુ મળતાવડા તથા વિનયી અને ઘણા નમ્ર હતા.” ઇ. સ. ૧૮૭૩માં તે મેટ્રિકમાં પાસ થયા હતા અને સાર્વજનિક કાર્યોમાં ભાગ લેવા લાગ્યા હતા. આજ વર્ષમાં તેમણે અંગ્રેજીમાં “Patriot's Vision' લખ્યું હતું. જેનું આગળ ઉપર આપણું હાલના જાણીતા સાક્ષર શ્રી રમણભાઈએ “સ્વદેશ વાત્સલ્યનું ચમત્કાર દર્શન નામથી ગૂજરાતીમાં ભાષાન્તર કીધેલું. “આર્યોત્કષક' વ્યાયોગ પણ આજ વખતે રચાયું હતું. ઈ. સ. ૧૮૭૩માં બી. એ. પાસ થયા હતા. ઈ. સ. ૧૮૭૬માં ખણ્ડ કાવ્ય “કૌમુદી માધવ” લખ્યું હતું. ઈ. સ. ૧૮૮૦માં એલ એલ. બી. થયા હતા. તેમના સંસ્કૃત જ્ઞાન માટે છે. ભાડારકર અને પ્રો. ડૉ. પિટર્સન જેવા પતિ ઘણે ઉચ્ચ મત ધરાવતા હતા. અને પ્રે. ડે. પિટર્સન, પ્રો. ડયુસન અને ડે. રેસ્ટ જેવાઓ તેમના મિત્ર થયા હતા. આજ અરસામાં જ્ઞાતિના મુખપત્ર રૂપ ૨૧૮
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy