SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. વૈદ્ય પંચાનન જટાશંકર લીલાધર ત્રિવેદી સ્વ. વૈધ પંચાનન જટાશંકર લીલાધર ત્રિવેદી તેમના જન્મ કાઠીઆવાડમાં જામનગર પાસે આવેલ ધ્રોળ નામના ગામમાં સંવત ૧૯૧૫ના ચૈત્ર સુદી ૩ ના રાજ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના પારાશરગાત્રી ગાદે કુટુમ્બના લીલાધર લક્ષ્મીધર ત્રિવેદીને ત્યાં થયા હતા; જટાશ`કર એ લીલાધર ત્રિવેદીના સૌથી નાના પુત્ર હતા; અને તેમની બાળવયમાંજ લીલાધર ત્રિવેદીનું અવસાન થવાથી મોટાભાઇના આશ્રય નીચે કેળવણી મેળવી હતી. એ વખતે સાધનાની અનુકૂળતા વગર ઈંગ્રેજી કેળવણી મેળવવી બહુ મુશ્કેલ હતી. છતાં અનેક પ્રકારનાં સંકટા વેઠી જામનગરની હાઇસ્કુલમાં મેટ્રીક સુધીને અભ્યાસ તેમણે કર્યો. અભ્યાસ પુરા થયા પછી કાઠીઆવાડના કેળવણી ખાતાના વડાના દફતરદાર નિમાયા હતા. જેથી ત્રણ ચાર વર્ષ સુધી આખા કાઠીઆવાડમાં તેઓ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર રા. ગોપાળજી સુરભાઈ દેસાઈ સાથે કર્યાં હતા. ત્યાર પછી જામનગર હાઈસ્કુલમાં શિક્ષક તરીકે નિમાયા હતા. જામનગરમાં પેાતાના ૪-૫ વર્ષના વસવાટમાં શ્રીમાળી જ્ઞાતિની ધણી સારી સેવા કરી હતી અને ત્યાં શ્રીમાળી શુભેચ્છક સભા તથા શ્રીમાળી શુભેચ્છક ” માસિક સ્થાપ્યાં હતાં અને “સ્વધર્માભિમાન” વિગેરે પુસ્તકા લખ્યાં હતાં. આ અરસામાં તેમણે જ્ઞાતિમાં કેળવણીની પ્રગતિ થાય તેવા હેતુથી એક છાત્રાલય ખાલવા ઈચ્છા રાખી હતી; અને જ્ઞાતિ હિતચિન્તક સ્વ. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ તથા સ્વ. બાવાભાઇ મીઠારામ એઝાએ જ્ઞાતિના કારણે રૂા. ૫૦૦) આપવાની પહેલ પણ કરી હતી. પરન્તુ અન્ય સહાય નહિં મળવાથી એ સમયની તેમની મુરાદ બર આવી શકી નહિં. "" જામનગરના તેમના વસવાટ દરમ્યાન તેમની પ્રતિભાશાળી લેખનશૈલી અને સંસ્કૃતનું અસાધારણ જ્ઞાનથી ધણા ગુણગ્રાહક સજ્જનાનું અને જામનગરના વૈદ્યરાજોનું આકર્ષણ થયું હતું. ગુણાથી આકર્ષાઈ કેટલાક વૈદ્યરાજોએ પેાતાની પાસે રહેવાની માગણી કરી, જેથી “નેાકરી કરવી કે સ્વતંત્ર ધંધા કરવા ?” તે પ્રશ્ન તેમના મનમાં ઉભેા થયા. ાકરી ચાલુ રાખી હાત તેા વૈદ્યરાજ જટાશંકર રાવબહાદુર થયા હોત અને ગુજરતાં પહેલાં એક દાયકા માસિક રૂ. ૨૦૦) નું પેનશન પણ ખાધું હાત. છતાં તેમનું મન ફાઈ સ્વતંત્ર ધંધા તરફ કાયમ ખેંચાતું રહેતું હતું, અને તેજ સંકલ્પબળથી મહાત્મા ઝંડુભટ્ટજી સાથે તેમના મેળાપ થયેા. ૨૦૯ ૨૭
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy