SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક. ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક જાતે વડનગરા બ્રાહ્મણ ગૃહસ્થ, નડિયાદના વતની અને જન્મ તા. ૨૨-૨-૧૮૯૨ ના રોજ નડિયાદમાં થયો હતો. એમના પિતાનું નામ કનૈયાલાલ ઝવેરીલાલ યાજ્ઞિક અને માતુશ્રીનું નામ શ્રીમતી મણિગૌરી લાભરામ છે. એમનું લગ્ન સન ૧૯૧૪માં નડિયાદમાં શ્રીમતી કુમુદગૌરીસ્વર્ગસ્થ તનસુખરામનાં પુત્રી સાથે થયું હતું, અને તે સન ૧૯૨૯માં અકાળે મૃત્યુ પામ્યાં હતાં. એમની સ્કુલ અને કોલેજની કારકિર્દી ઝળહળતી હતી, સેન્ટ ઝેવીયર કોલેજમાંથી બી. એ; થયા હતા અને જëન દક્ષિણ ફેલૈંશિપ પ્રાપ્ત કરી હતી. એલ. એલ. બી; થયા ત્યારે પણ એક ઑલરશીપ મળી હતી. એલ. એલ. બી; થયા પછી નોકરી માટે તજવીજ ન કરતાં જાહેરજીવનમાં એક સમાજસેવક તરીકે તેમણે ઝંપલાવ્યું હતું; અને એમની એ જાહેર સેવા ઉચ્ચકોટિની અને અનુકરણિય છે, એમ કહેવું જોઈએ. જાહેર સેવાની પેઠે સાહિત્ય ક્ષેત્રમાં નવજીવન અને યુગધર્મ જેવાં પ્રથમ પંક્તિના માસિકોનું તંત્રીપદ ધારણ કરીને એક નવો ચીલો પાડ્યો હતો, પણ રાજકીય લડતમાં દાખલ થવાથી તેમનું એ કામ અટકી પડયું હતું, જોકે તેમનો લેખનવાચન વ્યવસાય પૂર્વવત ચાલુ છે, એટલું જ નહિ, પ્રસંગોપાત પુસ્તકો લખે જાય છે, તે ઉપરથી માલુમ પડે છે. નવીન ગુજરાતે સેવાભાવી, બુદ્ધિશાળી અને કાર્યદક્ષ સેવકે ઉભા કર્યા છે, તેમાં તેઓ ઉંચે સ્થાને બીરાજે છે, અને તેની સેવાઓની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. – એમની કૃતિઓ:(૧) નવજીવન અને સત્ય (માસિક) તંત્રી ૧૯૧૫ (૨) યુગધર્મ ૧૯૨૨ ૧૯૨૫ (૪) Gandhi–as I know him, Part I ૧૯૨૨ (૫) , „ Part II ૧૯૩૪ (f) Irish Atheletic Movement ૧૯૩૫ (૭) શહીદનો સંદેશ ૧૯૩૬ ” ” (૩) કુમારનાં સ્ત્રી રસે ૧૮૫ ૨૪
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy