SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષુ અખંડાનંદજી વાળા ગોપાળદાસજી મહારાજે કથા માંડી હતી, તેમાં તેએ પ્રસંગાપાત જતા આવતા. આ કથામાં તેમને ગીતા ને મેાગવસિષ્ઠના વાચનને રસ લાગ્યા. સંસારમાંથી મન ઊડી જવા ઈચ્છતું અને ઈશ્વરને માર્ગે જતા ભતાની આતુરતા તેમનામાં ખીલતી જતી હતી. શેરખીવાળા વયે।વૃદ્ધ પરમહંસ જાનકીદાસજી મહારાજ સાથે તેમને સારા પરિચય હતા. આ જાનકીદાસજી મહારાજને તમાકુ પ્રત્યે ખાસ અણગમેા હતા. લલ્લુભાઈ પણ તે સમયે બીડી, તમાકુના વ્યસનમાં સપડાયેલા હતા. મહારાજને કાને વાત આવી. મહારાજે કહ્યું: ‘લલ્લુ ક્રૂર ! તમે પણ બીડી તમાકુ છેાડી શકતા નથી કે ? ' લલ્લુ ર શર્માયા અને જળ મૂક્યું. હવે તેમના ગૃહસ્થાશ્રમ તરફ વળીએ. તેમનાં લગ્ન જે બાઈ સાથે થયેલાં તે એક ધનવાન ધરનાં પુત્રી હતાં. સંસ્કારિતાના અભાવે પતિ•દેવની બદલાતી મનેાવૃત્તિ અને ભાવનાએ તે સમજી શકતાં નહિ. આ કારણોથી લલ્લુ ટક્કરને કેટલીકવાર ભારે મનેાવ્યથા થાય તેવા પ્રસંગે પણ બનતા. છતાં સાચી ઉપરામતા ન જાગે ત્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં જ રહેવું એ એમને નિશ્ચય હતા. સંસારનાં કષ્ટા ને મુશ્કેલીએથી ભાગી જવું એને પણ તેઓ એક પ્રકારની નિષ્ફળતા માનતા. સાચી વૈરાગ્યવૃત્તિ સિવાય સાધુતા ને સન્યાસે શાભતા નથી એટલે એમણે ૨૮–૨૯ વર્ષની ઉમર થતાં સુધી સંસારના અનેક કડવા અનુભવો થતાં છતાંયે ગૃહસ્થાશ્રમ સારી રીતે ચલાવ્યે રાખ્યા અને તે અરસામાં તેમને એક પુત્ર થયેા. ગૃહસ્થાશ્રમના બીજા અનેક પ્રકારના અનુભવેાથી મન ઉપરામ થવા લાગ્યું હતું અને આધ્યાત્મિક દૃષ્ટિ ખીલતી હતી; અંતે સ્ત્રી, પુત્ર, તેમજ હજારાની સંપત્તિ પડતી મૂકી લલ્લુ ટક્કર દયાધર્મ માટે સેએક જેટલા રૂપિયા લઇ સંન્યાસને પંથે પરવર્યાં. સંવત ૧૯૬૦ના મહાવદી ત્રાદશી (શિવરાત્રી) ને દિવસે વૃદ્ઘ સ્વામી શિવાનંદજી પાસે સંન્યાસદીક્ષાની વિધિપુર:રસથી ક્રિયા સાબરમતીને તીરે અમદાવાદમાં કરાવી. આ સંન્યાસની તેમનાં પત્નીને ખબર પડતાં તેમને ધણું ઘણું લાગી આવેલું, પશ્ચાત્તાપ થએલા અને વિરહવેદનામાં તે વેદનામાં દોઢેક માસમાં જ તેમણે દેહત્યાગ કરેલો તે જ અરસામાં સ્વામીજીને પણ સ્વપ્નમાં એ બાઈનાં દર્શન થયેલાં. સ્વામીજીની દૃષ્ટિ નીચે છે; બાઈ હાથ જોડીને ઊભા છે; ક્ષમા ૧૮૧
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy