SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ પ્રેમાનંદના ઓખાહરણમાં ભારોભાર ઉમેરો કરીને દયારામે બ્રહ્મોસણ વાળી દીધું જણાય છે. પાછલા સાહિત્યનું સંક્ષિપ્ત સમાલોચન અહિં પુરું થાય છે. શુકલ પક્ષની અષ્ટમીએ ચંદ્રનું અધું બિંબ તેની પુંજથી અજવાળીને સુધાથી સંચી પ્રકૃતિદેવી બાકીના મંડળની ઉજજવળ રૂપરેખાજ દોરે છે, તેમ આ સાહિત્યના સુધાનિધિના બિબનું પ્રતિબિંબ પણ અહિં અધુરૂજ દોર્યું છે. પહેલી પાંચ સદીનું સાહિત્ય સંગ્રહાયું નથી–શધાયું જ નથી. બીજી પંચશતીના પણ ઉત્તમોત્તમ ગ્રંથો હજુ પ્રકાશમાં આવવા બાકી છે. નરસિંહનો સહસ્ત્રપદી રાસ પુરો ઉપલબ્ધ નથી. ભાલણનું રામબાલચરિત ત્રટિતજ મળ્યું છે. એનો દશમસ્કંધ પ્રકાશકની રાહ જુએ છે. પ્રેમાનંદના ત્રણજ નાટક છપાયાં છે. બીજા આઠ ક્યાં છે? કયાં છે એનાં લાખ લાખ પુરનાં ત્રણ કાવ્યો? ક્યાં કથીરાનાનાને ટકોર મારતું વલ્લભે વખાણેલું કર્ણચરિત્ર ? એ વ લભનાં નવે રસનાં નોખા નોખાં કાવ્યો પણ બધાં પ્રસિદ્ધ થયાં નથી. પિતાને પરિતેષ પમાડનારી કૃષ્ણ-વિષ્ટિ પણ શોધી કઢાઈ નથી. ગૂજરાતી સાહિત્યના ઈતિહાસમાં અત્યંત ઉપયોગી વલ્લભકૃત પ્રેમાનંદ કથા પણ પ્રકાશમાં અણાઈ નથી. જેટલું સાહિત્ય બહાર પડયું છે, તે અપ્રસિદ્ધ સાહિત્યના મુકાબલામાં થોડું છતાં એ મગરૂરી ઉપજાવના છે, નરસિંહ મહેતાનાં ગોવિંદ ગમન, સુરત સંગ્રામને ચાતુરીમાં પપક હદય ગાઢપણું અદ્રિાદ્ધ ભક્તિરસનાં પારદર્શક પડે ઉકેલે છે. ભાલણની રામકૃણની બાળલીલામાં રસિક હૃદય વાસયભાવની સુઘડતા જુએ છે. પદ્મનાભના પ્રબંધની કવિતા વાંચી ઉત્સાહશીલ હૃદય ઉછળ્યા વગર રહેતું નથી. ભાષાભક્ત પ્રેમાનંદની વાણીની તે વાતજ શી કહેવી ? એના અભિમન્યુ આખ્યાનના વીરરસથી નાંદોર દરબારમાં રજપૂત સામંત વીરહાક કરી ઉઠયો હતો. એના નાટક સંત નાટકોની સમાવડી કરે એવાં છે. એનું માંધાતા આખ્યાન વાંચી ઠાવકા મનુષ્યને પણ હસવું દાબી રાખવું મુશ્કેલ પડે એમ છે. એના પુત્ર વલ્લભની બાનીનો ઝોક કઈ ઓરજ છે. પ્રેમાનંદનાં મંડળના વૃદ્ધપ્રસાદ કવિ દ્વારકાદાસના વચનો રોમેરોમ રસ ઉભરાવે છે. દયારામ આદિ શંગારી કવિની ગરબીઓ લાખોને અદ્યાપિ પણ ભક્તિમાંને ગંગારમાં લીન કરી નાંખે છે. કાવ્ય માર્ગમાં જુનું સાહિત્ય યશસ્વી બન્યું છે ખરું પણ કાવ્યમાંજ સાહિત્યની પરીસમાપ્તિ થતી નથી. કાવ્યસાહિત્યમાં ૧૬૭
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy