SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ ત્યમાં ઊંચું સ્થાન આપે છે. એમ સાહિત્યની મર્યાદા મુસાફરની દ્રષ્ટિમર્યાદાની પેઠે આઘીને આઘી જાય છે. આપણું પૂર્વજોએ તે સાહિત્યને વાડ નામ આપી તેમાં સર્વને સમાવેશ કર્યો છે. જે કંઈ સંસ્કારી સ્થાયી ભાષામાં લોકોત્તર લેખ કે કથન તે સાહિત્ય સંજ્ઞાને પાત્ર છે. વાણી જંગલી મનુષ્યને ભરતમુનિ જેને વાચિક અભિનય કહે છે તેની જ ગરજ સારે છે. તિર્યગ જાતિમાં અવ્યક્ત ધ્વનિ જે કામ બજાવે છે, તેના જેવું જ કામ જંગલી મનુષ્યમાં વ્યક્ત વાણી બજાવે છે. વ્યક્તિની જ લાગણીને તે યાદચ્છિક ઉદ્ગાર બને છે. અન્યને બોધ, તે માત્ર આનપંગિક છે. સુધરેલા મનુષ્યમાં, જેમ નાણું દ્રવ્યના વિનિમયને માટે અને મૂલ્યના સંતેલનને માટે લેખાય છે, તેમ વાણી વિચારના વિનિમયને માટે અને ભાવના સંવિભાગને અર્થે વ્યવહારનું મુખ્ય અને મહત્તવનું સાધન બને છે. કેળવાયેલા મનુષ્યને વાણી આવા લૌકિક વ્યવહાર કરતાં લેત્તર પ્રયોગને માટે વધારે ઈષ્ટ છે. સામાન્ય મનુષ્ય જ્યારે બેસીને બોલવાને માટે જ શુદ્ધત વાપરે છે, ત્યારે બેલી બેલાતાં આપે આપ પળાતા ઉચ્ચારણના નિયમોનું શાબ્દિક તેમાંથી દહન કરે છેઃ બોલીને બેલોને બેલાતા કરી તેમની સાત પેઢીને ઈતિહાસ કઢાવે છે. વળી વૈયાકરણ એક વાક્યમાં શબ્દ કે ટુંબીક બની શી રીતે પરસ્પર સંકળાય છે તેના નિયમે સાધે છે, બેલીફેરનું સ્વરૂપ નેંધે છે અને શબ્દસિદ્ધિની સાથે શબ્દશુદ્ધિ નિર્ધારે છે; તથા એક રાષ્ટ્રને માટે એક લિપિને અને એક ભાખાનો પ્રશ્ન આડકતરી રીતે વિચારે છે. વાણીનાં વર્ણબદ્ધ મુળત ને એક વર્ગ જ્યારે ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ નિહાળે છે, ત્યારે અન્ય વર્ગ શબ્દના ભાવપ્રદર્શક સામર્થ્યને જ પકડી લઈ લોકોત્તર ભાવચિત્રનાં કાવ્ય રચે છે, બુદ્ધિસંવાદી આલંકારથી શણગારે છે, હૃદયસંવાદી છંદમાં ગઠવે છે ને શ્રેત્રસંવાદી સંગીતમાં ઉતારે છે. ત્રીજે વર્ગ, સંસ્કારી હદયના ઉચ્ચ વિશુદ્ધ સંસ્કાર જે ધાર્મિક અને તાત્ત્વિક ચિંતનમાં તથા આધ્યાત્મિક ને નૈતિક પરીક્ષણમાં પરિણામ પામે છે, તેના ઉલ્લેખથી સાહિત્યને બળકટ બનાવે છે. એ વર્ગ, જેના જીવનની એક પણ કળા રાષ્ટ્રના ઉત્કર્ષ માટે પ્રકાશી હોય, તેવી વ્યક્તિનાં ચરિત્રને ચારિત્રની ચિત્રાવળીથી અને નિજમંડળ તથા અન્ય મંડળના સામાજીક અને રાજકીય ઈતિહાસના સંદર્ભથી સાહિત્યને શણગારે છે. પાંચમે વર્ગ ઈતિહાસની પતાકા ને પ્રકરી રૂપ સંસારશાસ્ત્રનાં વિવિધ અંગે ખિલાવે ૧૫૫
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy