SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ કેશની આશા રાખવી નકામી છે. “કારણ એ વાત તેમના ગજા ઉપરાન્તની છે. એને માટે તે એક સ્વતંત્ર સંસ્થા, પૈસાની પૂર મદદવાળી, એ કાર્યને લાયક એવા યોગ્યતાવાળા વિદ્વાનોના ઉદર પિષણાર્થના સાધનવાળી, છેક યુવાન નહિં પણ સહેજ ઉમ્મરે પહોંચેલા, ઘડાએલા અને અનુભવી સાક્ષર જેમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય અને જેમનું લક્ષ્ય માત્ર આ એકજ વિષય હોય તેવા લક્ષ્યબિંદુવાળી જોઈએ અને જ્યારે તેવી સંસ્થા અસ્તિત્વમાં આવશે ત્યારે જ ગુજરાતી ભાષા સર્વાગ સંપૂર્ણ કેશ જેવા ભાગ્યશાળી થશે એવું હું ધારું છું.” ગુજરાતી કોશ, ઉપર જણાવ્યું તેમ, સેસાઈટી તરફથી હીરકમહોત્સવ નિમિત્ત, માત્ર વિદ્યાર્થીઓની જરૂરિયાતો લક્ષમાં લઈને, શાળાપગી રચાવવામાં આવ્યા હતા, તેમાં પુનરુક્તિઓ છે; અપૂર્ણતા છે; દે છે; પણ નવો કોશ સંપાદન કરવામાં એક ખરડારૂપે તે જરૂર ઉપયોગી થઈ પડે; વળી કોશ જેવા હોટા કાર્યમાં વિદ્વાનોનો પુરતે સહકાર અને સાથે આવશ્યક છે, એ વિસરવું જોઈએ નહિ. સોસાઈટીને ઉપરોકત કોશ અજમાયશી હોઈ તેની પ્રત સાઈટીના આજીવન સભ્ય અને રજીસ્ટર લાઈબ્રેરીઓને આપવા પુરતી કઢાવી હતી; અને બીજા એવા સારા કેશના અભાવે, તે કેશની પ્રત ખદીદવા ચાલુ માગણી થતાં, દી. બા. કેશવલાલભાઈ સોસાઈટીના પ્રમુખ તરીકે નિયત થતા, તે કોશનું નવું સંસ્કરણ એમના તંત્રીપણા હેઠળ કાઢવા નિર્ણય કરવામાં આવ્યો; અને તે કેશ બને તેટલે શુદ્ધ, ચોક્કસ, પ્રમાણભૂત અને સંપૂર્ણ થાય એવી વ્યવસ્થા યોજવામાં આવી હતી, અને તે કાર્ય સુકર થઈ પડે એ સારૂ એક હાનું સલાહકાર મંડળ પણ કારોબારી કમિટીની સંમતિથી નિમ્યું હતું. પણ છેવટે તે કામને સઘળા ભાર દી. બા કેશવલાલ એકલા ઉપર આવી પડયો હતો. સ્વભાવે ઝીણવટથી કામ કરનારા, જાતે જ બધું વિચારી તપાસી, વ્યવસ્થિત રીતે સંકળનારા, શુદ્ધતા અને ચક્કસાઈ સારૂ પૂરે આગ્રહ રાખનારા અને મર્યાદિત સમય તે કાર્ય પાછળ આપી શકે એવી સ્થિતિમાં, તેમ છતાં કેશના નમુના રૂપે ત્રણ અક્ષરે, , મા અને ૫ તેમણે અગવડ જુઓ બુદ્ધિપ્રકાશ સન ૧૯૨૨; જુલાઈ પૃ. ૧૯૮
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy