SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ જીવનમાં ભળી શકશે. નવા સાહિત્યના પિષકેએ આ વાત ભૂલવા જેવી નથી અને તેમાંના કેટલાકના લેખને સામાન્ય વાંચનારાઓ ગમે તો દોષ દૃષ્ટિથી જુવે છે અને ગમે તે જોતા જ નથી તે સાહિત્યરોગનું કારણ એક એ છે કે આ નવા સાહિત્યકારો આપણા પ્રાચીન વૃક્ષના રસનું સેવન યથેષ્ટ કરતા નથી અને એ સેવનવિનાના પાક લોકને પચતા નથી. બીજી પાસથી દષ્ટિ કરીએ છીએ તે આપણા પ્રાચીન વૃક્ષના ઈતિહાસમાં તેનાં થડમૂળની સ્થિતિ અને ત્રીજા પર્વની એટલે પ્રેમાનંદના યુગની સ્થિતિ એ બે ભાગ જેવા બલિષ્ટ નીવડ્યા છે તેવા બળવાળા અન્ય ભાગ નીવડ્યા નથી. છેલ્લા પર્વમાં દયારામે પણ બલિષ્ટતા ઘણી દર્શાવી છે અને હાલમાં તેની કવિતામાંના કેટલાક અંશ નિઘ ગણાવાથી તેનું બળ હીન થઈ ગયું છે. પરંતુ આ પરિણામને માટે કેટલીક રીતે એ મહા કવિની ઉશૃંખલતાને માથે મુકાયો આરોપ યોગ્ય છે તો બીજી રીતે એ કવિની વાણુના શક્તિપાત ઝીલવામાં હાલના લોકની અશક્તિ પણ દેખાય એવી છે. નરસિંહ મહેતાના કાળ પછી દેવરહસ્યને મર્મજ્ઞ વર્ગ નષ્ટ થયો છે. તે રહ ને પુનરુદ્ધાર કરવા દયારામ જે પ્રયત્ન કરે છે તે તેના રસિકવલ્લભ આદિ કાવ્યમાંથી જડશે. આવા મર્મજ્ઞ વર્ગવિના ભક્તિની જવાલાએ પૂર્ણ કલાથી પ્રકટ થવી કઠણ છે. આપણું જુના વર્ગના વડીલોમાં ભક્તિની જવાલાઓ છે પણ તે અસમંજસ અને અપૂર્ણ હોય છે અને રહસ્યની મર્મજ્ઞતા તેમનામાં દિવસે દિવસે ક્ષીણ થાય છે. આપણા ઈગ્રેજી સાહિત્યમાં ઉછરેલા વિદ્વાનો મોડાવહેલા આ મર્મજ્ઞતાને પામી શકવાને સંભવ છે. પણ ભક્તિની જવાલાએ તેમનાં હૃદયમાં શુદ્ધ સત્તાથી પ્રકટ થઈ શકવી તે ઘણા કાળ સુધી કઠણ નીવડશે. પણ કેશવચન્દ્રના જેવાં હૃદય આ વર્ગમાં કઈ દિવસ નીવડી શકશે એવી આશા એ જ મહાત્માના દષ્ટાન્તથી સાર્થક થાય છે. જ્યારે એવો કાળ આવશે ત્યારે જે સાહિત્યબળ આપણા પ્રાચીન વૃક્ષે ધારેલું છે તેવું બળ નવીન વૃક્ષ પણ ધારી શકશે. દેવરહસ્ય અને ભકિતરસને વિષયે આવી આશા છે તે પ્રેમાનંદની, સામળની અને દયારામની કવિતાઓમાં સ્કુરતા માનુષ વ્યવહારના હદયરસ એ કવિયોના જેવું બળ પ્રાપ્ત કરવામાં આવશ્યક છે. શેલી અને વર્ડ્ઝવર્થના ઉત્કૃષ્ટ હદયરસ આપણે ચાર ઈગ્રેજી જાણનારાઓને પ્રિય લાગે તે સ્વાભાવિક છે, અને તેથી આપણું સાહિત્યને ઉત્કર્ષ સંભવે છે. પરંતુ તેજ રસનું આપણું લોકના રસની બાલ ભાષામાં કાંઈક અવતરણ કર્યા વિના આ ૧૪૬
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy