SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે મુદતબંધી કાર્યક્રમ પુસ્તકમાં રામાયણ તથા ભારતની સારી ગુજરાતી ભાષામાં સ્થાઓ છે. વાર્ષિક રીપોર્ટમાં સેક્રેટરી વળી લખે છે કે એવાં પુસ્તકોનો સંગ્રહ કરવો ઘણે જરૂર છે, કેમકે એક તે તે પુસ્તકો લોકોને વાંચવા મળે અને તેમાંના શબ્દો એકઠા કરીને ગુજરાતી કોશ થઈ શકે. કોશને માટે ૬૦૦૦ શબ્દોને તો સંગ્રહ કરેલો છે; અને કેશનું સંપૂર્ણ પુસ્તક કરવાને તો કેટલાંક વરસ જોઈએ. એવું પુસ્તક બનાવવાનાં સાધનોને સંગ્રહ કરવો એ સેસટીની ઓછી ફરજ નથી.”x ઉપરોક્ત શબ્દ સંગ્રહ કરવાનું કાર્ય સોસાઈટી તરફથી લાંબા સમય સુધી ચાલ્યું હતું અને સરકારી કેળવણી ખાતાની તે કાર્યમાં મદદ અને સહકાર સુદ્ધાં હતાં. પછીથી એ શબ્દોને જોડણીને પ્રશ્ન ઉપસ્થિત થતાં તેને નિર્ણય કરવા, સરકારી ખાતા તરફથી બે અને સોસાઇટી તરફથી બે એમ મળીને ચાર સભ્યોની એક સમિતિ નિમવામાં આવી હતી; અને તેણે છેવટે નવી વાચનમાળા સારૂ જે જોડણી નિયમો તૈયાર થયા તે માન્ય રાખ્યા હતા. ગુજરાતી દેશનું કામ ધીમે ધીમે ગતિ કરતું હતું, પણ તેના સંપાદન કાર્ય માટે બરાબર ગોઠવણ થઈ નહોતી. એવામાં સોસાઈટીને હીરક મહોત્સવ ઉજવવાનો પ્રસંગ આવી મળતાં, તે નિમિત્ત એક શાળોપયોગી કોશ તુરત બહાર પાડવાનો ઠરાવ થયે; તદનુસાર એ કોશ આઠ ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. ગુજરાતી કોશના વિષયમાં આજસુધીમાં, જુદે જુદે હાથે અને ભિન્નભિન્ન સ્થળેથી જે પ્રયત્નો થયેલા છે, તેની સવિસ્તર માહિતી જાણીતા અંગ્રેજી ગુજરાતી કોશના સંપાદક શ્રીયુત ગવર્ધનપ્રસાદ વ્યાસે ગ્રંથ અને ગ્રંથકાર પુસ્તક ૫ માં સંગ્રહેલી છે. પરંતુ એ વિષયમાં તેમ સાહિત્ય લખાણમાં શબ્દોની જોડણીની * The person employed in taking charge of the library is also at work in copying the old manuscripts which contain the only real Guzarattee in existance and which must eventually prove of the highest value, when as I hope we shall be able to cause the compilation of a Dictionary– જુઓ ગુ. વ. સોસાઈટીને પહેલા વર્ષને રીપોર્ટ
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy