SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષા કહીએ તો તેમાં અયથાર્થતા નથી; માત્ર જાણીતી થએલી વિભાગ પદ્ધતિને ત્યાગ થાય છે. એ અપભ્રંશ કે જુની ગુજરાતી ઈસ્વી સનના દસમા સૈકા કરતાં વધારે જુની નહિં હોય એમ લાગે છે. અલબત્ત, ચેકસ નિર્ણય કરવાનાં સાધન નથી. મરાઠી ભાષાનો મુકુન્દરાજ પણ ઈ. સ. ૭૮ માં થયો છે. સાધારણરીતે જે જુની ગુજરાતી કહેવાય છે અને રા. રા. કેશવલાલભાઈના વિભાગ પ્રમાણે જે “મધ્યકાલિન ગુજરાતી' કહેવાય તે ભાષામાં લખાયેલું જૂનામાં જુનું પુસ્તક હાથ લાગ્યું છે તે “મુગ્ધાવબોધ મૌક્તિક” નામે છે. એ પુસ્તક સંવત ૧૪૫૦માં રચાયેલું છે, અને તેમાં ગુજરાતી ભાષામાં સંસ્કૃત વ્યાકરણના નિયમો સમજાવ્યા છે. ગ્રન્થકારે પિતાનું નામ આપ્યું નથી પણ તે પિતાનો “દેવસુન્દર ગુરુના પગની રજ’ કહે છે, અને રા. રા. કેશવલાલભાઈએ દર્શાવ્યું છે તેમ તે જન હોવો જોઈએ. એ પુસ્તકની ભાષા અપભ્રંશથી જુદી પડે છે, તે પણ હાલની ગુજરાતી ભાષામાં નથી એવા અપભ્રંશના અંશ તેમાં નજરે પડે છે. “દુ તક हुंतउ थउ थकउ इत्यादि बोलि वइं जेह वस्तुनई परित्याग सूचीइ अपादान.” " एहनउ तणउ एहरहइं किहिं इत्यादि बो. लिवई उक्तिमाहि जेह वस्तु रहइ कारकसि अथवा सवंध सिउं स्वस्वामित्वादिक संबंध सूचि यह । अनाजेहरई क्रिया हेतुपणाउं હું તે સંવં તિti sઠ્ઠી દુહ.અહીં કહેલો પાંચમી વિભક્તિને દંતક પ્રત્યય પ્રાકૃતમાં fહંતો અને હુંતો રૂપે માલમ પડે છે. અને અપભ્રંશમાં તેને વધારે મળતું રૂ૫ ર્દીતિ ( ક્યાંથી) છે; પણ હાલની ગુજરાતીમાં તે રહ્યા નથી. ઘ૩, ૩ હાલની ગુજરાતીમાં થી, થકી રૂપે છે, પણ (પ્રાકૃત કે) અપભ્રંશમાં તે નથી. છઠ્ઠી વિભક્તિના કહેલા નાનું હાલનું ગુજરાતી રૂ૫ એને છે પણ અપભ્રંશમાં તે નથી. તપાસ અપભ્રંશમાં છે અને ગુજરાતીમાં પણ તણે, તણી, તણું રૂપે છે. ત હું એવું છઠ્ઠીનું રૂપ અપભ્રંશમાં નથી તેમ હાલની ગુજરાતીમાં પણ છઠ્ઠીના પ્રત્યયમાં મારું, તારું, અમારું, તમારું, સોનેરી, રૂપેરી, અને, અને ઘણેરે એ આઠ શબ્દ સિવાય “ર” નથી; અને તેમાંના પણ છેલ્લા બે ફક્ત કવિતામાં વપરાય છે. પરંતુ રા. રા. કેશવલાલભાઈએ દર્શાવ્યું છે કે પદ્મનાભના “કહાનડદે પ્રબંધમાં, ભાલણની “કાદમ્બરી'માં, રત્નાગરના વસંત વિલાસ’માં અને ગદ્ય “વૈતલ પંચવીશી'માં છે =કનકની), ૧૩
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy