SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ અર્થે નિયોજિત મુદતબંધી કાર્યક્રમ વિસેક વર્ષ ઉપર દેખીતે નઇ પણ પરિણામમાં ગંભીર અને કાંતિવાદી એવો એક બનાવ અમદાવાદમાં બનવા પામ્યું હતું, તેને આ પ્રસંગે ઉલ્લેખ કર ઘટે છે. મહાત્મા ગાંધીએ, દક્ષિણ આફ્રિકાથી હિંદમાં પાછા ફર્યા બાદ, આખા દેશમાં ફરી, આખરે અમદાવાદમાં કાયમ નિવાસને નિર્ધાર કરી, સાબરમતીના તીરે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. અહિં દેશપરદેશના અનેક જાણીતા અને નામાંકિત સ્ત્રીપુરુષો એમની મુલાકાતે પધારતાં, તેમના દર્શન અને પ્રસંગોપાત તેમને સાંભળવાનો લાભ મેળવતાં એ અમદાવાદનું સુભાગ્ય હતું. એક પ્રસંગે હિન્દનું ઉમદા નારીરન, કોકીલકંઠી શ્રીમતી સરોજિની નાયડુ સત્યાગ્રહ આશ્રમમાં આવ્યાની ખબર પડતાં, અમદાવાદના શિક્ષિત સમાજે તેમને સાંભળવાનો વેગ સાધવા આનંદભવન થીએટરમાં તેમનું જાહેર વ્યાખ્યાન ગઠવ્યું હતું. એક કવિયત્રી તરીકે શ્રીમતી સરોજિની નાયડુનું નામ અંગ્રેજી વાચક આલમમાં જાણીતું હતું અને એક તેજસ્વી અને પ્રતાપી વક્તા તરીકે તેમની કીર્તિ બહોળી પ્રસરેલી હતી; આવાં સન્માનિત સન્નારીનું દર્શન કરવા, તેમનાં માધુર્યભર્યા શબદોનું પાન કરવા કયો હિન્દી ઉસુક ન હોય ! આખું થીએટર વ્યાખ્યાનનો સમય થતા પહેલાં ચીકાર ભરાઈ ગયું હતું અને મહાત્માજી, શ્રીમતી નાયડુ સાથે, વખતસર આવી જતાં, સભાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે અંગ્રેજી શિક્ષણની પેઠે ભણેલાઓમાં અંગ્રેજી વકતૃત્વને મોહ પ્રબળ અને વિશેષ હત; વાતચીતમાં તેમ ભાષણમાં, ચાલું કામકાજમાં તેમ ખાનગી પત્રવ્યવહારમાં અંગ્રેજીનો ઉપયોગ બહુધા થતો અને સૌ કોઈ તે ભાષામાં પ્રવિણતા મેળવવાનો પ્રયાસ કરતું હતું. સભામાંના હાજર ઘણાખરાની એવી માન્યતા હતી કે શ્રીમતી સરોજિની અંગ્રેજીમાં ભાષણ આપશે; પણ તેમણે ઉભા થતાં, મહાત્માજીને
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy