SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫ દુનિયાભરમાં નવી નવી ભાવનાએ અને વિચારથી પ્રેાત્સાહિત થઈ ને નવયુવા નવીન ચેતન અનુભવી રહ્યા છે; નવાં સર્જનનાં મનેરથા સેવે છે; અને તે પાછળ પોતાની સર્વ શક્તિએ ખર્ચી નાખવાને તત્પર બનેલા છે. આપણે અહિં પણ એ જ પરિસ્થિતિ નજરે પડે છે. મહાસભામાં નવા સામ્યવાદી પક્ષ ઉભા થયા છે, તેના હિમાયતી યુવકે જ છે. સંસારમાં પણ તેઓ ક્રાંતિ ઈચ્છી રહ્યા છે, જુના બંધનાને ઠાકરે મારે છે; અને ઇચ્છિત અને સાનુકૂળ સંજોગા ઉભા કરવા મથે છે. તેઓ સાહિત્યને પણ પાશ્ચાત્ય નામાંકિત લેખકોના ગ્રંથાના તરજુમા કે રૂપાંતર કરીને, સમૃદ્ધ કરવા પ્રયત્ન કરી રહ્યા છે, એટલું જ નિહ પણ સાહિત્ય એક જીવંત પ્રેરક બળ થઇ પડે એ જોવાની એમને હાંસ છે. એમના એ પ્રયાસમાં મેટેરાઓની સહાનુભૂતિ જોઈ એ એટલું જ નહિ પણ તેએ માદક અને સહાયક થઈ પડે એ ઇચ્છનીય છે. જેમ નદીને પ્રવાહ વરસાદના પાણીથી ઉભરાઈ જાય છે, તેના નહેર વાટે ઉપયોગ થાય છે, અથવા તેા હેાટા બંધ બાંધીને એ પાણીના ધોધમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે છે, તેમ આ યુવકેાની શક્તિનું નિયમન થવું ઘટે છે; તેમના ઉપયાગ લેવાવા જોઇએ છે. એકારી તો સૌને મુંઝવી રહી છે, એમાંથી આપણા શિક્ષિતવર્ગ ખાતલ નથી. અનેક પદિવધરા, નામના વેતને, સાહિત્ય કે શિક્ષણનું કાર્ય કરવાને ઉત્સુક છે. મહારાષ્ટ્રે કાશનાં અને વિશ્વકેશનાં કાર્યો મર્યાદિત જવાબદારીવાળાં મંડળેા સ્થાપીને ઉકેલ્યાં છે, અને એ રીતે સંખ્યાબંધ વિદ્વાનાનાં જ્ઞાન અને વિદ્વત્તાના લાભ મેળવ્યા છે; આપણે અહિં પણ એવી યેાજના સહેલાઇથી અમલમાં મૂકી શકાય, તેમ થયે આપણે એ કાર્યો સિદ્ધ કરી શકીશું, તેની સાથે અનેક અભ્યાસીઓને સહાયકર્તા થઇ શકીશું. તેની તૈયારી માટે અમને લાગે છે કે પ્રથમ સ્વાધ્યાય મંડળેા (study groups) જુદા જુદા વિષયનાં નિકળવાં જોઇએ; જેએ ઉપરાંકત કાર્યમાં સહાયક અંગેા બની શકશે, અસ્તુ. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ અમઢાવાદ. તા. ૨૦-૯-૧૯૩૩, MY ૪૦
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy