SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી નંદશંકર કેમ લખતા તે માટે નંદશંકરનાં પત્ની લખે છે: “પેાતાને લખતાં લખતાં વિચાર એટલા ઉભરાતા કે ઘણીવાર એ અટકી જતા. કદાચિત જ એમને છેકવું પડતું. ઘરમાં એક લીંપેલી કાઠી હતી તેમાં લખેલાં કાગળિયાં રાખતા; જમીન ઉપર બેસી ધુંટણ ઉપર કાગળ મૂકી સડસડાટ લખ્યો જતા: ન મળે મેજ કે ન મળે ખુરશી, પાતે ભલા ને પેાતાની ચટાઈ ભલી: લખવામાં એટલા તલ્લીન થઈ જતા કે શાળામાં જવાના વખત થઇ જતો ત્યારે મારે ઉપર આવીને તેમને ધૂનમાંથી જગાડવા પડતા. પેાતાનું લખેલું મિત્રામાં વાંચી સ`ભળાવતા, તે આગળ લખતા.” વાર્તા લખાતી જતી હતી તે સમયના, પેાતાની માતુશ્રીના વિશેષ ઉદ્ગાર વિનાયકરાવ ટાંકે છેઃ કે “શરમને લીધે હું બહાર ન આવું ને પાછળના ઓરડામાં એકલી એસી સાંભળું: પણ કાઈ કરૂણારસમય વર્ણન સાંભળતી ત્યારે મારાથી રાઈ જતું. તેથી મારાં ડસમાં સાંભળી ભેળાનાથભાઇ મને આગલા એરડામાં મેાલાવતા.—’ કરણઘેલા એ નદશંકરની ચિરંજીવ કૃતિ છે: ટીકાકારને તેની ન્યૂનતાએ જણાય, તેની ભાષામાં દોષો દેખાય, અંગ્રેજીની ચેખ્ખી અસરની ગંધ આવે, સંવાદોની ન્યૂનતા અને કચિત દીસૂત્રી તથા અપ્રાસંગિક લાગતાં વર્ણતાથી નીરસતા પણ આવતી જણાય છતાં એટલું તે સા કાઈ સ્વીકારે છે કે પ્રારંભદશાની અપકતા અનિવાર્ય હાવા છતાં નંદશંકરની વર્ષોંન શક્તિ અદ્ભુત છે. જે વસ્તુનું એ વર્ણન કરે છે તે આપણી આંખ આગળ તરવા માંડે છે:-આ ગુણ સ્કોટની પ્રસિદ્ધ નવલકથાઓના વાંચનથી વિકસ્યા હાય એમ અટકળી શકાય છે. પરંતુ સ્કાટના જે નવલકથાકાર તરીકે ગુણુ છે તેની ગુણ સીમા પણ સાથે સાથે છે તે સામે આંખમીચામણાં ન થઈ શકે. બહુધા બાહ્ય કુદરતનું અને પ્રસંગાનું વર્ણન કઇક અંશે શામળભટ્ટની પદ્ય લેાકવાર્તાઓમાં આવે છે તેવું તેમાં દેખાય છે. પરંતુ પ્રેમાનંદનાં આખ્યાનાનાં મુખ્ય પાત્રાના જેવાં માનસિક પૃથક્કરણ અને લાગણીએમાં યુદ્ધનું માનુષી વર્ણન આપી, પાત્રાની જીવંત મૂર્તિએ સર્જી શકવામાં કલાની ન્યૂનતા જાય છે. ‘કરણઘેલા' વાંચતાં આજના વાંચનારને બહુ નિરાશા લાગશે—એમ કહ્યા વગર ચાલે તેમ નથી. આ વાર્તામાં એકકે એવું પાત્ર નથી કે જેના ચારિત્ર ઉપર આપણે માહી પિયે. કનૈયાલાલ મુનશીનાં એ જ રજપૂત ૨૩૮
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy