SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી હાસ, ફાર્બસ સાહેબે ૧૮૫૬ માં પ્રકટ કરેલી રાસમાળાના પરિચયથી રમી રહ્યા હતા; રજપૂત કાળને ગુજરાતનાં આછાં સ્વનાં વાંચનારના મનમાં ખડાં થઈ જાય એવી રસાળ વાણીમાં આ “ રાસમાળા” ને ઈતિહાસ લખાયે હતો. એટલે, વિનાયકરાવ લખે છે તેમ “ એક જાદુગર આવ્યા અને પિતાના દંડનો શિલા ઉપર મંત્ર ભણી પ્રહાર કર્યો. પ્રહાર થતાં જ તે શિલા ફાટીને માંહેથી ગદ્યસરિત રેલાતી નિકળી. ” રસલ સાહેબે સૂચના કર્યા પછી નદશંકરના મનમાં વાર્તાને વિષય પસંદ કરવાના વિચારો ઘોળાવા લાગ્યા. આવી વાર્તા લખવાનું બીડું ઝડપતા પહેલાં, નંદશંકરની કેટલીક પ્રાથમિક તૈયારી હોય એમ જણાય છે. ઐતિહાસિક વાર્તા લખવા માટે ઐતિહાસિક નવલકથા વાંચવાને તેમને ભારે શોખ હતે. સ્કોટ, લીટન, ડીકન્સ તથા થેકેરે–એ ચાર અને ખાસ કરીને પહેલા બે-ઈતિહાસના પાયાવાળી સંખ્યાબંધ નવલકથાઓ લખનાર પ્રસિદ્ધ–નવલકથાકારને-તેમને પરિચય વિશેષ ગાઢ હતો. ખાસ કરીને ઉચિત એતિહાસિક સમયની પસંદગી કરવામાં તેમને ડી ઘડભાંગ થયેલી જણાય છે. લીટનની ત્રણ નવલકથાઓ : “Last of the Barons", “ Last days of Pompi " 24 "Last of Tribunes" તથા સ્કોટનાં “Lay of the Last Minstrel” જેવાં પુસ્તકોમાંના Last-એટલે “છેલ્લે” એ શબ્દ તેમના મનનું નિરાકરણ કર્યું. જૂનીઅસ્ત થતી પેઢીના પ્રતિનિધિને લગતી કોક ઘટના પસંદ કરવાનું તેમને આ ઉપરથી આપોઆપ સૂઝયું હોય એમ કહેવાનું મન થાય છે. રાસમાળાનાં પાનાં ખૂબ આતુરતાથી એમણે ફેરવવા માંડ્યાં. ટેડને “રાજસ્થાન” નો ગ્રંથ એમણે ઉપયોગમાં લીધું હોય એમ જણાતું નથી. તેથી એમની આંખ ગુજરાતના ઈતિહાસ ઉપર જ કરીઃ અને “ચાંપાનેરની પડતી” “સોમનાથને નાશ” અથવા “અણહિલવાડનું પતન” અથવા “ ગુજરાતની રાજપૂત સત્તાને અંત”—એ ત્રણ– નાટયકૃતિને માટે પણ ઉચિત ગણાય તેવી ઘટનાઓ ઉપર પસંદગીને કળશ ઢળ્યો. ત્રણે વિષય ગુજરાતના રજપૂતકાળના ઇતિહાસને લગતા હતા ? ૨૩૬
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy