SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ નંદશંકર અને તેમને જમાના કથાનાં પગરણ માંડનાર આજની જયંતિના નાયક રા. બા. નંદશંકરને જન્મ થયેા. દેશમાં વ્યાપેલા ઉત્સાહને પરિણામે, પુસ્તકો સારા પ્રમાણમાં લખાવા માંડે; એટલે પછી એ પુસ્તકાના ફાલની પરીક્ષા કરનાર તથા તેના ઔચિત્યની તુલના કરનાર વિવેચકની પણ જરૂર પડશે જ એમ માનીને ૧૮૩૬ માં એટલે નંદશંકરના જન્મ પછી બીજે જ વર્ષે પરમાત્માએ નવલરામને ગુજરાતમાં જન્મ કરાવ્યા. નવું સાહિત્ય સર્જવા માટે, ભૂતકાલમાંથી પ્રેરણાનાં પાન કરવાં પડે છે, તેટલા માટે સંસ્કૃત શાકુંતલના ગુજરાતી અનુવાદ કરનાર ઍ. ઝવેરીલાલ યાજ્ઞિકના જન્મ પણ ૧૮૩૬ માં જ થયા હતા. સમાજની અનિષ્ટ રૂઢિ તથા આચારવિચારને હસી કાઢવા માટે દૃશ્ય નાટક જેવું અસરકારક સાધન ખીજું નથી. તેથી ગુજરાતીઓને નાટય સાહિત્યનું સફળ દર્શન કરાવનાર ‘લલિતાદુઃખદર્શક' ના કર્તા દી. બા. રણછેાડભાઇ ૧૮૩૮ માં જન્મ્યા હતા. ગુજરાતમાં આમ જે વખતે જીવનનાં સર્વ ક્ષેત્રામાં નવજીવનને ઉત્સાહ વ્યાપી રહ્યા હતા, તે વખતે પ્રાચીન ગૌરવનું ભાન થવા માટે ઇતિહાસ તરફ કેટલાક લોકોનું ધ્યાન ગયું હતું. પરંતુ કેવલ દ તકથાઓને ઇતિહાસ કહી શકાય નહીં. તેથી એ દંતકથાઓને જો પ્રાચીન અવશેષાના અસ્તિત્વ ઉપરથી સમર્થન મળે તેા જ તેને ઇતિહાસ તરીકે સ્વીકારી શકાય. તેટલા માટે પુરાતત્વની શેાધખેાળની અગત્ય જણાવા લાગી. આ ક્ષેત્રમાં ગુજરાતીઓનું નામ ઉંચે લાવનાર ડૉ. ભગવાનલાલ ઈંદ્રજી ૧૮૩૮માં અને આચાર્ય વલ્લભજી હરિદત્ત ૧૮૪૦ માં એસ એ એ સમ શેાધકાના જન્મ પણ આ ચેાથા દસકામાં થયા હતા. સુધારાના તાકાની પવનમાં પ્રાચીન મતાનું સંરક્ષણ કરનાર વનું આગેવાનપણું લેનાર સમ સાક્ષર તથા પ્રસિદ્ધ મુત્સદી એવા મનઃસુખભાઇના જન્મ પણ આ ચોથા દસકાના અંતમાં (૧૮૪૦ માં) થયા હતો. આમ આપણે જોઈ શકીયે છિયે કે ૧૯ મી સદીના ચેાથે દસકે! જવલંત નામેાથી દીપી ઉઠે છે, અને એમાં ખાસ કરીને ઈશ્વરે ત્રણ પ્રતિભાશાળી “ના” ને સુરતમાં મેાકલ્યા હતા. નવા યુગના પ્રારંભ થતી વખતે, અત્યાર સુધી નહી થયેલી તેવી, ૨૩
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy