SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૩૩ ને સાહિત્ય પ્રવાહ સ્વર્ગસ્થ ભાઈ રણજીતરામે એ કાર્ય આરંભેલું ત્યારે એમના દિલની મુરાદ ગુજરાતના ઈતિહાસનાં સાધનો-શિલાલેખો અને તામ્રપાન એકત્ર સંગ્રહ કરી ઇતિહાસના અભ્યાસીઓને તે સુલભ કરી તેને પદ્ધતિસર અભ્યાસ થાય, એવી વ્યવસ્થા કરવાની હતી; અને એ સંગ્રહમાં માત્ર ગુજરાતમાં મળી આવતા જ નહિ પણ ગુજરાતના ઇતિહાસને લગતા જે કાંઈ લેખે, જ્યાં ત્યાંથી મળી આવે તે સર્વ મેળવવાની અને સંગ્રહવાની હતી; અને તે ગોઠવણું વાસ્તવિક હતી; એકલા ગુજરાત પ્રાંત પુરતે જે કાંઈ સંગ્રહ થાય તે અપૂર્ણ જ રહે અને તે ઈચ્છવાયોગ્ય પણ નથી. પ્રસ્તુત લેખ સંગ્રહમાં સ્વર્ગસ્થ રણજીતરામે કરેલું કામ કેટલું હતું અને સંપાદકે કરેલું નવું કેટલું છે, તે જાણવાની એમાં કાંઈ નોંધ કરેલી જોવામાં આવતી નથી. એ લેખ સંગ્રહ થી ફેબસ સભાએ ખરીદી લીધો તેથી રણજીતરામની સેવાનું મૂલ્ય ઓછું થતું નથી. આ લેખમાં વલ્લભી રાજાઓનાં તામ્રપત્રો મોટી સંખ્યામાં સંગ્રહાયેલા છે; ઘણાંખરામાંની હકીકત એકસરખી વા વત્તીઓછી સામાન્ય હોય છે. તેથી એમાંનું એક મહત્વનું તામ્રપત્ર પસંદ કરી તે વિષે વિરતારથી વિવેચન ટીપ્પણુ સહિત ઉમેર્યું હોત તો સામાન્ય વાચકને તે બહુ સહાયક થઈ પડત, એમ અમારું માનવું છે. | મી. ડિસકલકર, જેઓ અગાઉ રાજકોટના વોટસન મ્યુઝિયમમાં રહી ગયા હતા એમણે સંસ્કૃત લેખેનું એક બહાનું પુસ્તક પ્રસિદ્ધ કરેલું છે; તેમાં વલ્લભી વંશનું એક જ તામ્રપત્ર લીધેલું છે, પણ તે એવી સરસ રીતે એડિટ કર્યું છે કે જેટલી ઉપયોગી માહિતી એ વંશ વિષે તે લેખમાંથી પ્રાપ્ત થઈ શકે, તે વિસ્તારપૂર્વક આપેલી છે; તેની સરખામણીમાં આ સંગ્રહમાંથી તેટલી માહિતી મેળવવા સારૂ બહુ શ્રમ લેવો પડે એમ છે. એ બંને સંગ્રહ જોતા જ, કઈ પણ, તેની વચ્ચેના કામને તફાવત પારખી શકશે. આ પુસ્તકમાંથી દેષ બતાવવા એ અમારે આશય નથી, પણ શ્રી ફાર્બસ સભા એ પાછળ વધુ ખર્ચ ન કરતા તે નાણાંનો વ્યય ઉપર સૂચવ્યું તેમ પ્રાચીન ગુજરાતના હિંદુરાજ્યને અથવા તે બ્રિટિશ સત્તાની સ્થાપનાના આગલા સૈકાને ઇતિહાસ લખાવામાં કરે એ મુદ્દા પર ભાર મૂકવાને છે. સ્વર્ગસ્થ ફાર્બસે ગુજરાતનો ઈતિહાસ લખવાનો સૌથી પ્રથમ પ્રયાસ કર્યો હત; અને એમના સ્મરણમાં સ્થપાયેલી શ્રી ફાર્બસ સભા એ કાર્ય ફરી ઉપાડી
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy