SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી મુંદરલાલ નાથાલાલ જોષી એ જ્ઞાત ભટ્ટ મેવાડા બ્રાહ્મણ, નડિઆદના વતની છે. એમને જન્મ માતર તાલુકે નાયકા ગામમાં તેમના મોસાળમાં તા. ૧૨ મી મે સને ૧૮૯૮ ના રોજ થયો હતો. એમના પિતાનું નામ નાથાલાલ અને માતાનું નામ સૂરજબા છે. એમનું લગ્ન ઇ. સ૧૯૧૦ માં નડિઆદમાં સૈ. હીરાલક્ષ્મી સાથે થયું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એમણે નડિઆદમાં લીધું હતું. એમણે ઈન્ટર આર્ટસ સુધી અભ્યાસ કર્યો છે. સન ૧૯૨૦-૨૧ માં મહાત્મા ગાંધીજીના સાદને સાથ આપી તેઓ અસહકારની હિલચાલમાં કૅલેજ અભ્યાસ છોડીને જોડાયા હતા. હાલમાં તેઓ નડિઆદમાં એક વૈદ્ય તરીકે સમાજ સેવક ઔષધાલય સ્થાપી (એક આના ઔષધાલય) લેકોપયોગી સેવાકાર્ય કરી રહ્યા છે. સાહિત્ય, પુરાતત્વ, તત્વજ્ઞાન એ એમના પ્રિય વિષય છે; અને ભગવદ્ગીતા, ઉપનિષદે, અને મહાભારત તેમ શ્રી શંકરાચાર્ય, બુદ્ધ ભગવાન અને કવિ કાલિદાસ તેમ શેખ સાદી અને હાફીઝની એમના જીવન પર છાપ પડેલી છે. ખેડા જીલ્લાના એક અગ્રગણ્ય અસહકારી કાર્યકર્તા તરીકે તેઓ જાણીતા છે; અને કાયદા ભંગની ચળવળના અંગે છ માસની જેલ યાત્રા પણ તેઓ કરી આવેલા છે. સાહિત્યમાં તેઓ સારો રસ ધરાવે છે અને વખતોવખત માસિકામાં વિધવિધ વિષયો પર લેખો લખી મેકલે છે જેમાં ઈડે સીદિયા (સાહિત્યમાં પ્રગટ થએલી લેખમાળા હિન્દી પરથી અનુવાદ) ખાસ ધ્યાન ખેંચે છે. :: એમની કૃતિઓ :: ચીનગારી ૧૯૨૮ વર્ણ મીમાંસા ૧૯.૪ ૧૮૪
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy