SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩૩ની કવિતા કાં જે ભિલ્લ હસ્તની માંહ્ય, કદી જે અસ્ત્રવિદ્યા જાય. નિર્ભય થઈ દષ્ટ અછત, તે એ આદરે વિપરીત. (કુતવિલમ્બિત) ઉર વિષે ધરી એ ભયધારણ ગુરુ ચહે કરવા ડરવારણા; લઈ કરી કંઈ નિશ્ચય અન્તરે, વનપથે ગુરુ તુર્ત જ સંચરે. (ભુજંગી) તહીં દ્રણને દૂર દેખી કિરાત, કરે દોડી સામે જ સાષ્ટાંગપાત; વિદે હાથ જોડી, પ્રીતે પૂજી પાય, ગુરે ! શિષ્ય હું આપને એકલવ્ય.” (હરિગીત) સુણી દ્રોણ કહેઃ “મુજમાટ એવી હોય જે ગુરુભાવના, તે વીર ! માગું તેહ મુજને આપ તું ગુરુદક્ષિણા !' કહે ભિલપુત્ર: “કૃપાળુ ! કહો તે ચરણમાંહિ ધરું પ્રભો !? ગુરુ વદે “દક્ષિણ હસ્તને વીર ! લાવ તે તુજ અંગુઠ” (પૃથ્વી) સુણી ભીષણ માગણ ગુણી ન લેશે ડગે, સમર્પણ કરે ગણી તૃણસમ કરાંગુષ્ટને ! પ્રસન્નમુખથી પછી વીર રહે કરી વન્દના; અહો ! કયમ જશે કથી વિરલ એ ગુઅર્ચના ? (માલિની) જય જય જય એવા વીરને વિશ્વ ગાજે, સફલ જીવન જેનાં પૂર્ણ ને રમ્ય રાજે ! મુજ જીવન લહેવા એ ગુરુપ્રીતિ દિવ્ય, પ્રકૃતિ તવ પદે આ વીર ! ઓ એકલવ્ય ! ૧ ૩૭ ૧૮
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy