________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
તો યે ગણી સ્મરણપુણ્ય તણી મહત્તા, વીર પ્રશસ્તિ રચવે મતિ આ પ્રસકતા; જાણી સુચિન્તન સદાય મહાહિતા, આ ઉચ્ચરી રહુ થઈ સહજે કૃતાર્થી. ( અનુષ્ટુપ ) ધનુર્વિદ્યાધર શ્રેષ્ઠ દ્રાણુાચાય ગુરુત્તમ, પાંડુપુત્રાદિને દેતા ધનુર્વિદ્યા પ્રમાષન (ઉધેર )
ના કા
ખાણુવિદ્યાજાણ
ધરતી પરે દ્રોણ સમાન; ખ્યાતિ અખિલ ક્ષિતિતલમાંહ્ય, જે સમ અવરની ન સુહાય ! ગ્રહેવા સુલ શરિવદ્યા, મહીપતિ તનુજ કેરા સા; વળી હું નૃપ તણા સમુદાય, સેવે દ્રોણુચરણની છાંય. (વસન્તતિલકા )
ત્યાં એકદા શરકલાભ્યસનોગ્રકામી, આવી ઊભે। ગુરુપદે નિજ શી નામી; ભિલેન્દ્રપુત્ર ભડ વિક્રમશાલી ભવ્ય, યાત શિષ્યપદને વીર એકલવ્ય ! ( વૈતાલીય)
,
ગણુતા પણ ભિલ્લપુત્રને શવિદ્યાધ્યયને સુપાત્ર ના, ગુરુ શિષ્યપદે ન સંધરે, ‘ કરશે એહ અનર્થ ' ધારતા. (શિખરિણી )
પરંતુ તીવ્રેચ્છા હૃદય શરવિદ્યાપઠનની, થશે શું એ મિથ્યા જવ લગી ન સિદ્ધિ ફલતણી ? ઘડી માટી કેરી સુભગ લલિત દ્રોણપ્રતિમા, લહે વિદ્યાસિદ્ધિ, સમરી ગુરુ સાન્નિધ્ય મહિમા.
૧૩૪