SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫ વ્યાસ. મેરૂ મટે વલેણે જલધિજલ વલોવ્યાં પુરા રત્ન કાજે, દેએ દાનાએ, અદ્ય કુટિલ યુદ્ધ વલોવાઈ એવી. ચંડી આર્યપ્રજાઓ, મનુકુલ પસ ઉષ્ણ હલાહલે, મૃત્યુઘેરા પ્રણાશે સુખરૂપ પ્રગટયો તે અમકુંભતારે. કાવ્ય સગ્યે મહાભારત, યુગ ઇતિહાસે ભરી ભવ્ય ગાથા ! આત્માનાં મંથનમાં સમર ઉપડતાં દેવ ને દાનનાં, હૈયે હાલાહલે જ્યાં વિકટ પ્રસરતાં, ત્યાં અમી કાવ્ય કેરાં તારાં મીઠાં ઝરે, ને અસુર શું લડવાને નવી શક્તિ દેતાં. તે ગાયા સર્વ ભાવે, પ્રબળ હૃદય આવેગ ગાયા વિરાટ, જે કાળકાંઠે નૃપતિકુલવ્યવસ્થા તણોધ્વસઘાટ; તારે ઘેરે વિશાળો દિશદિશ ભારતે ગર્જને કાવ્યસિંધુ, મજ સ્પર્ચો ન એવું નવ કંઈ જગતે, તારું ઉચ્છિષ્ટ સંધું. બ્રહ્મર્ષિ! દિવ્ય દ્રષ્ટા ! અમર યુગની મૂર્તિ ! સ્થિતપ્રજ્ઞ યોગી ! ગીતા ગાનાર! તે તે મનુજરિવ્યથા ગાઈ સર્વસ્વ મોંઘી. ભાવિ દ્રષ્ટા સંસારે સર્વ રાજ્યો ડગમગ કરતા યુદ્ધવંટોળ ઘૂમ્યા, મૂછ પામી સ્વહસ્તે શતશત જખમે સંસ્કૃતિ યંત્રઘેરી, લોકોનાં શાસને યે કરપીણ ઘટનાના શક્યાં એહ ખાળી; ત્યાં ફૂટી પ્રેમભીની અમૃત નીગળતી ભારતે વીરડી આ માગે છે આજે ત્રીજે ભરતકુલકવિ પ્રઢ વાચસ્પતિ કો; આવા કેલાહલે યે જગતહદયનું દિવ્ય સંગીત જેતે, રાષ્ટ્રોનું ઐકય ગાતે, પ્રતિજન ઉર માનવ્યને દિવ્ય દ્રષ્ટા, ને ભેદમાં અભેદે નિશદિન રમતે શાંતિને સ્વપ્નસૃષ્ટ. મેંઘી સ્વાતંત્ર્યકૂચ કદમ ઉપડતાં પ્રેમઉન્માદ જંગે, કૂદે ભૂખ્યાં, દબાયાં, પતિત, દલિત સે મુક્તિ આપશે ઉમંગે, પીલાએલાં જનની સુકરણ કથની શબ્દને દેહ માગે, પ્રેમે શૈર્યો પ્રજાના હદયઝરણનું મૂક સંગીત જાગે. એવે વિણું ભરીને જગતલ વહવા, વિશ્વમાંગલ્ય ગાવા, જ્યાં હો ત્યાંથી ધરા પે અવતર કવિઓ મુક્તિભાનુ વધાવા ! ઉમાશંકર જોષી (કુમાર) ૧૨૦
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy