SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩૩ની કવિતા આ વર્ષે ચન્દ્રવદન મહેતા, સુન્દરમ્, કૃષ્ણલાલ શ્રીધરાણી, મેધાણી, મનઃસુખલાલ ઝવેરી અને સ્નેહરશ્મિ વગેરેના કાવ્યસંગ્રહેા બહાર પડ્યા છે. રતિલાલ શુકલ અને ઉમાશ`કર જોષી સહિત સૌ માસિક પત્રા દ્વારા પોતપાતાનાં વ્યક્તિત્વા ખીલવે છે – પરંતુ કાવ્યાનું વ્યક્તિત્વ ખીલવવા તરફ કોઇકનું જ ધ્યાન હશે. સ્વ. અંગ્રેજ યુવક કવિ રૂપ બ્રૂકના ‘ ધસાલ્જર’ જેવું ઉત્તમ – પાસાદાર, તેજસ્વી અને પૂર્ણ કાવ્યમણિ આપણી કવિતામાં છે ? પ્રામાણિક વૃત્તિએ વિચારતાં કહેવું ઘટે કે એવી સજાવટ શરૂ થઈ છે. રમણલાલ સોની, રમણન. વકીલ નવા આવનારાએમાં અગ્ર સ્થાને છે. ‘સ્વપ્નસ્થ', ‘જનમેજય’, ‘અકવિ’ જેવાં તખલ્લુસાથી કાઇ કાઇ જાણીતા— અજાણ્યા લખે છે; પરંતુ શ્રી. બલવંતરાય ક. ટાકાર કહે છે તેમ તખલ્લુસેા ખીનજરૂરી છે અને ઠીક પણ નથી ખરૂં નામ આપવું જ બહેતર છે. ઊર્મિ પત્રને કાવ્યાંક એ આવકારલાયક નવું પગરણ છે. એવાં સાહસેની આપણે ત્યાં પૂરી જરૂર છે. એમ તા કવિતાના એક મુખપત્રની યે ખાસ જરૂર ઊભી છે. પરંતુ ધનાઢય વર્ગની સહાયતા વિના એ થઈ શકે એમ નથી. ‘પ્રજાબંધુ’વાળા શ્રી ‘ સાહિત્યપ્રિય’ માને છે કે કાવ્યના એકએક ચરણાન્તે એકએક વિચાર પૂરા થવા જોઈ એ – પછી એ વિચાર પૂ વિરામથી માંડીને અલ્પવિરામ લગીને હાય. ઘણે અંશે આ ખરૂં છે, સ્વાભાવિક છે; અને ઘણે અંશે એમ બને છે પણ ખરૂં. છતાં આ નિયમ અપવાદ વિનાને નથી. એક વિચારને ખીજા ચરણમાં લખાવવાથી છંદને લય તૂટતા લાગે, પણ વિચારના લય તૂટતા જણાતા નથી—પ્રલમ અને છે. વળી વિચારપ્રધાન કવિતાને એવી પ્રલંબ રચના અનુકૂળ થતી લાગે છે. અલબત્ત, એ રચના છંદાનુકૂળ અને વિચારાનુકૂળ સ્વાભાવિક હોય તે। જ સારીઃ નહિ તે કૃત્રિમ બની જાય એવા ભય છે. મુક્તકાનું વિશિષ્ટ સર્જન અને તેમના પ્રચાર ઠીક શરૂ થયા છે. આને હું કવિતાનું સુચિહ્ન માનું છું. સંકીર્ણ શબ્દોનું અધનત્વ કવિતાનું લક્ષ્ય છે. તેના આ પ્રથમ ૫૬-અથપાટ છે એમ સમજાયતે। પ્રયાગ પછી કાવ્યના છુટા શ્લાક સ્વતંત્ર અવાહી અને કાવ્યાનુરૂપ એક મેળ અર્પનારા થશે એમ સહેજે જણાશે. આ × ઊર્મિ'ના કાવ્યાંકમાંની નોંધ જુઓ. ૧૧૧
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy