SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. પ એ લેખા પ્રકટ થવા માંડયા ત્યારથી તેની નિરૂપણ શૈલીની નવીનતા અને એની વિચારસરણીની વિવિધતા અને સચાટતાને લઈ ને ધણાનું ધ્યાન એ લેખા પ્રતિ ખેંચાયું હતું. એ લેખન શૈલી નિબંધના સ્વરૂપને અનુરૂપ નહેાતી; તેમ તે અસબંધ છૂટાછવાયા વેરાયલા પડેલા એકલા વિચાર પુષ્પા પણ નહેાતા. એ વિચારાની પાછળ કાંઇક આંતરિક સંકલના દષ્ટિગાચર થાય છે, પણ તે હેતુ પુરઃસરની નહિ. હેતુરહિત બહાર મેાજની ખાતર ફરવાને નિકળી પડીએ, અને મજલ દરમિયાન આસપાસના દૃશ્યા, પ્રાકૃતિક અને સૃષ્ટિસૌન્દર્ય નાં અવલેાકી કાંઈ કાંઇ વિચારા સ્ફુરી આવે અને એક વિચારમાંથી ખીજા વિચારમાં ઉતરી પડીએ, તેમાં સળગતા ન જણાય, છતાં છેવટે કોઈ પ્રકારના વિચાર કે ભાવનાના સૂત્રથી સંકળાયલા તે માલુમ પડે છે; લેખકે, કલમ સાથે રમતા ન હોય એમ-જેમ કવિવર ટાગેરે. કલમ સાથે રમત રમતા અંતરના ભાવાને વ્યક્ત કરતા સુંદર ચિત્રા ઉપજાવ્યા–એકાદ વિચાર સ્ફુરી આવતાં અન્ય વિષયામાંથી તેને અનુરૂપ અને પેષક વિચારેાની જુલગુંથણી કરી આ લેખે। ઉપજાવ્યા છે. અને તે વિચારાત્તેજક તેમ સુરેખ માલુમ પડે છે. ઉપર કહ્યું તેમ એ વિચાર શૈલી રસળતી (rambling) પણ વૈવિધ્યવાળા, ચિ ંતન ભરી પણ કિઠન હિ; અને તે વાચકને જરૂર આકશે. તેને ખ્યાલ આવવા નમુનારૂપે એમાંથી એક ફકરા ઉતારીશુંઃ— “પણ અભિનયની મૂક શક્તિ કરતાં પણ વિશેષ, શતગુણ, સહસ્રગુણ, મૂકશક્તિ સંગીતની નિર્વિવાદ સ્વીકારાશે. અયુક્ત વાણીમાં પૂરાયલું સંગીત નહિં, પ્રયેાજિત સંગીત નહિં, પણ અલિપ્ત સંગીત, નાદના વિલક્ષણ સ્વરૂપ વડે જ સમ અસર કરે છે; તે શક્તિના અયુક્ત વાણી જોડે સંબન્ધ કશે નથી, અવિયુક્ત નાદ તે જ હેની સામગ્રી છે. માટે જ એ વિશિષ્ટ અર્થમાં જ, હું એ શક્તિને મૂકશક્તિ અહિં કહું છું. (ભાષામાં શબ્દશક્તિ જોડે આમ રમત રમવી એ દોષ ગણાય તે ઉપાય નથી; માનવ વાણીનું અસામર્થ્ય મ્હને આમ પ્રવ્રુત્ત કરે છે.) ને સંગીતની આ અલૌકિક શક્તિ ઉપર બહુ શ્રદ્ધા છે. મલિન સંસારના રાગદ્વેષ, હષ શાક, ૐ
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy